Gujarat

ગાજીપુર બોર્ડર પર થયો ખેડૂતોનો જમાવડો, રાતો-રાત 12 લેયરની બેરિકેડિંગ- NH-24 બંધ

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર પરેડ હિંસા પછી પંચાયતોની બેઠક શરૂ થઈ ગઈ છે. આ પંચાયતોનો મુખ્ય હેતુ આંદોલનની ધારને તેજ કરવાનો છે. ખેડૂત બધી જ તાકાતથી એક વખત ફરીથી દિલ્હી પહોંચી રહ્યાં છે. જ્યારે દિલ્હી પોલીસે પણ ખેડૂતોને પ્રદેશમાં ઘૂસવા ના દેવા માટે બધી જ તૈયારીઓ કરી દીધી છે. ગાજીપુર બોર્ડરને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યો છે. ખેડૂતોની વધતી સંખ્યા બળને જોતા ગાજીપુર બોર્ડર પર 12 લેયરની બેરિકેડિંગ કરવામાં આવી છે. તે ઉપરાંત કાંટાળા તાર પણ લગાવવામાં આવ્યા છે. એનએચ 24ને બધી રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. નોએડા સેક્ટર 62થી અક્ષરધામ જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

હવે યૂપી અને હરિયાણામાં થશે મહાપંચાયતો

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર પરેડની હિંસા પછી ખેડૂત આંદોલનને ધાર આપવા માટે પંચાયતોનો દૌર શરૂ થઈ ગયો છે. પાછાલ દિવસો જ્યાં ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં ખેડૂત મહાપંચાયત થઈ, તો હવે આંદોલનની નવી રણનીતિ નક્કી કરવા માટે હવે ખેડૂતો નેતાઓએ યૂપી અને હરિયાણામાં ખેડૂત મહાપંચાયત કરવાની જાહેરાત કરી દીધી છે.

બજેટ સત્ર દરમિયાન ખેડૂત દિલ્હી કૂચ કરી શકે છે

દિલ્હી-ગાજીપુર બોર્ડર પર ખેડૂતોની વધતી સંખ્યા બળને જોતા પોલીસે રાતોરાત 12 લેયરની બેરિકેડિંગ કરી દીધી છે. જેથી ખેડૂત દિલ્હી તરફ કૂચ ના કરી શકે. ગાજીપુર બોર્ડર પર બેરિકેડિંગ દિલ્હી પોલીસ તરફથી કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે, એક ફેબ્રુઆરીએ બજેટ સત્ર દરમિયાન ખેડૂત એક વખત ફરીથી દિલ્હી તરફ કૂચ કરી શકે છે. આ કારણે બોર્ડર પર 12 લેયરની બેરિકેડિંગ કરવામાં આવી છે.

દિલ્હી-ગાજીપુર બોર્ડર પર ફરીથી લાગ્યું ટ્રેક્ટર ટ્રોલીનો જમાવડો

ગાજીપુર બોર્ડર પર કૃષિ કાનૂન વિરૂદ્ધ બે મહિનાથી વધારે સમયથી આંદોલન ચાલી રહ્યો છે. 26 જાન્યુઆરીએ દિલ્હીના લાલ કિલ્લા પર થયેલી ઘટના પછી ખેડૂત પરત જઈ રહ્યાં છે. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ગાજીપુર બોર્ડરને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ ખેડૂત નેતા રાકેશ ટિકૈતના આહ્વાન પર એક વખત ફરીથી ગાજીપુર બોર્ડર પર ખેડૂતોનો જમાવડો શરૂ થઈ ગયો છે. દિલ્હી-ગાજીપુર બોર્ડર પર દૂર-દૂર સુધી એક વખત ફરીથી ટ્રેકટર ટ્રોલી જ નજરે પડી રહ્યાં છે.

Untitled34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *