- ઘટના બાદ ડોક્ટર અને બે આરોગ્યકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા
- બે ટીપાં જીવનના……….ને બદલે મોતના થતાં થતાં રહી ગયા
યવતમાલઃ મહારાષ્ટ્રમાં ડોક્ટર સહિત આરોગ્ય સ્ટાફની ઘોર બેદરકારી ને બદલે 5 વર્ષથી નાના 12 ભુલકાઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. સોમવારે આ બાળકોને પોલિયોની રસીને બેદલે હેન્ડ સેનિટાઇઝર પીવડાવી દેવાયું હતું. જ્યારે રાજ્યના પંઢરપુરમાં પોલિયોની રસી લેતા-લેતા એક બાળક બાટલીનું ઢાંકણ ગળી ગયું.
યવતમાલ જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રીકૃષ્ણા પંચાલે આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે યવતમાલમાં 5 વર્ષથી નાની વયના 12 બાળકોને પોલિયો ડ્રોપને બદલે હેન્ડ સેનિટાઇઝર પીવડાવી દેવાયું હતું. તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પરંતુ હવે તેમની સ્થિતિ સુધારા પર છે.
આ બેદરકારી બદલ એક આરોગ્યકર્મી, એક ડોકટર અને એક આશા વર્કરને સસ્પેન્ડ કરી દેવાયા છે. સાથે આ મામલે તપાસ શરૂ કરાઇ છે.
પંઢરપુરની આરોગ્ય કેન્દ્રમાં પણ લાપરવાહી
દરમિયાન મહારાષ્ટ્રના જ પંઢરપુર જિલ્લાના ભાલવાની પ્રાતમિક આરોગ્ય કેન્દ્રમાં પણ લાપરવાહીની ઘટના બની ગઇ. જેમાં પોલિયો ડ્રોપ પીવડાવતા સમયે એક બાળક રસીનો બોટલનું પ્લાસ્ટિકનું ઢાંકણુ (નોઝલ) ગળી ગયું
અગાઉ ભંડારામાં 10 શિશુનાં મોત થયા હતા
હોસ્પિટલની બેદરકારીનો આ પ્રથમ મામલો નથી અગાઉ ભંડારા જિલ્લામાં સરકારી હોસ્પિટલની બેદરકારીને કારણે બાળકોના વોર્ડમાં આગ લાગી જતાં 10 ભુલકા જીવતાં ભૂંજાઇ ગયા હતા. જો કે અહીં સદનસીબો તમામ બાળકોની તબિયત સુધારા પર છે. આ બાળકની મા પોલિયો બૂથમાં એક વર્ષના બાળકને પોલિયોની રસી પીવડાવવા લઇ હતી.
એક બાજુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 30 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં 5 વર્ષથી નીચેના બાળકો માટે 2021ને નેશનલ પોલિયો ઇમ્યુનાઇઝેશન ડ્રાઇવ (Sanitizer polio drop) તરીકે લોન્ચ કર્યું હતું. તેના બીજા દિવસે જ તંત્રની બેદરકારીથી માત્ર યવતમાલ જ નહીં મહારાષ્ટ્રમાં હલચલ મચી ગઇ હતી.
ભારત છેલ્લા એક દાયકાથી પોલિયોમુક્ત હોવાનો દાવો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ભારત છેલ્લા એક દાયકાથી પોલિયોમુક્ત છે. પોલિયોનો છેલ્લો કેસ 13 જાન્યુઆરી 2011માં નોંધાયો હતો. ભારતના પાડોશી દેશો જેમકે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં હજુ પમ પોલિયો એક સમસ્યા બનેલું છે. જેના કારણે ભારતમાં આ બીમારી ફરી ઉથલો મારી શકવાની શક્યતા હોવાથી રાષ્ટ્રપતિએ આ અભિયાન લોન્ચ કર્યું છે.


