જામનગર નજીક દરેડમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતી એક યુવતિએ ઘરે પંખામાં સાડી વડે ગળાફાંસો ખાઇ જીવતર ટુકાવી લીધુ હતું. મૃતકના પિતા બે માસથી બિમારી રહેતા હોવાથી તેની ચિંતામાં મનોમન લાગી આવતા આ પગલુ ભરી લીધુ હોવાનું પોલીસમાં જાહેર થયુ છે. બનાવના પગલે શ્રમિક પરીવારમાં ઘેરો શોક છવાયો છે. જામનગરની ભાગોળે દરેડમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતી લક્ષ્મીબેન નટવરભાઇ રાઠોડ (ઉ.વ.૨૦) નામની યુવતિએ ગત તા.૧૦ના રોજ બપોરે પોતાના ઘરે બેડરૂમમાં પંખામાં સાડી વડે ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીઘુ હતું.
બનાવની કોઇ જાણ કરતા ૧૦૮ની ટીમ દોડી ગઇ હતી. જોકે, યુવતિને તપાસતા મૃત માલુમ પડી હતી. જેથી પંચ બી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી હતી. મૃતક યુવતિના પિતાને બે માસથી છાતીમાં દુ:ખાવો થતો હોય અને બિમાર રહેતા હોવાથી તેની ચિંતામાં મનોમન લાગી આવતા આ પગલુ ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. મૃતકના પિતા મજુરીકામ કરતા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે. બનાવના પગલે શ્રમિક પરીવારમાં ઘેરો શોક છવાયો છે.
