Gujarat

દેશને આઈએએસ અધિકારી આપવામાં ગુજરાત પાછળ

અમદવાદ
હરિયાણાના સોનીપતમાં આવેલી અશોકા યુનિવર્સિટીની સ્વતંત્ર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ત્રિવેદી સેન્ટર ફોર પોલિટિકલ ડેટા દ્વારા ૧૯૫૧થી ૨૦૨૦ સુધીના દેશના તમામ ૈંછજી અધિકારીઓની ડેટા બેન્ક તૈયાર કરવામાં આવી છે. જેમાં અધિકારીનું નામ, જન્મ તારીખ, કેડર, અલોટમેન્ટ વર્ષ, સર્વિસમાં જાેડાયા તારીખ, મૂળ વતન, શૈક્ષમિક લાયકાત, નિવૃતિ સહિતની વિગતો આપવામાં આવી છે જેના આધારે આ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અમુક કિસ્સાઓમાં અધિકારીઓની તમામ વિગતો નથી પણ મળી શકી. આ ડેટાના વિશ્લેષણના આધારે જાેઇએ તો, ઉત્તરપ્રદેશની સંખ્યા ૧૨૩૧ છે. ગુજરાતી ૈંછજી અધિકારીઓમાં ૬ અધિકારીઓ પી.એચ.ડી. થયેલા છે. ૭૩ પોસ્ટ ગ્રેજ્યુએટ્‌સ છે જ્યારે ૧૩૧ ગ્રેજ્યુએટ્‌સ છે. ૧૯૮૩ની સિવિલ સર્વિસ પરીક્ષામાં સૌથી વધારે ૨૦ ગુજરાતીઓ ૈંછજી માટે પસંદ થયા હતા. છેલ્લા ઘણા સમયથી ગુજરાતી યુવાનો પણ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી રહ્યા છે અને ૈંછજી સિવાય પણ અન્ય કેડરમાં પસંદગી પામી રહ્યા છે. દેશમાં ક્રમની દ્રષ્ટિએ જાેઇએ તો, આ બાબતે ગુજરાતનો ક્રમ ૧૫મો છે. ગુજરાતમાં ફરજ બજાવતા ૈંછજી ના સિવિલ લિસ્ટ ૨૦૨૧ મુજબ, હાલ ૨૪૧ ૈંછજી માંથી ૮૬ ગુજરાતી છે. રાજ્યના મોટભાગના જિલ્લામાં કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી ગુજરાતી છે. ૧૯૫૩ની બેચમાં પસંદ થયેલા બે ગુજરાતી ૈંછજીમાં બન્ને મહિલા છે જેમાં પી.પી.ત્રિવેદીને આસામ કેડર ફાળવાયું હતું જ્યારે આર.એમ.શ્રોફને ગુજરાત કેડરમાં જ મુકવામાં આવ્યા હતા.દેશમાં ૧૯૫૧થી ૨૦૨૦ સુધી ૈંછજી અધિકારી બનેલા અંદાજે ૧૧૫૦૦થી વધારે અધિકારીઓમાંથી ૩૦ ટકા હિસ્સો ચાર રાજ્યોનો જ છે જેમાં સૌથી વધારે ૧૦.૬૪ ટકા સાથે ઉત્તરપ્રદેશ, ૮ ટકા સાથે બિહાર, ૫.૭ ટકા સાથે રાજસ્થાન, ૫ ટકા ફાળા સાથે તમિલનાડુ છે. આ સંખ્યામાં ગુજરાતનો ફાળો ૨ ટકા છે. અત્યાર સુધી ગુજરાતી હોય એવા અંદાજે ૨૩૦ વ્યક્તિઓ ૈંછજી અધિકારી બન્યા છે.

IAS-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *