Gujarat

બોપલની શાળામાં માસ્ક વિના ભણાવતા શિક્ષકનો વિડીયો વાયરલ

અમદાવાદ
અમદાવાદના બોપાલમાં આવેલ શ્રી રામ વિદ્યાલયમાં ઓનલાઇન અને ઓફલાઇન કલાસ એક સાથે ચાલી રહ્યા છે. ત્યારે એક શિક્ષક દ્વારા ક્લાસમાં માસ્ક વિના ભણાવતા હોવાનું સામે આવ્યું છે. સ્કૂલમાં ઓફલાઇન ક્લાસમાં પણ શિક્ષકે માસ્ક પહેર્યું નથી. જેનો વીડિઓ સોશિયલ મીડિયામાં વારયલ થયો છે. વીડિઓને લઈને સ્કૂલમાં નિયમોનું પાલન ના થતું હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદની સ્કૂલોમાં કેસ વધતા શિક્ષણ વિભાગ દ્વારા કડક વલણ અપનાવીને નિયમોનુંપાલન કરવાની વાતો જ કરવામાં આવી રહી છે. સ્કૂલમાં શિક્ષકના આ વાયરલ વિડિઓ અંગે સ્કૂલના ટ્રસ્ટી ગરીમા ભારતીએ જણાવ્યું હતું કે અમારી પાસે પણ વીડિઓ આવ્યો છે.અમે વીડિઓના આધારે તપાસ કરીશું અને યોગ્ય જણાશે તો પગલાં પણ લઈશું. અમારી સ્કૂલમાં અત્યારે રોજ નિયમોનું પાલન થાય છે અને પ્રિન્સિપાલ દ્વારા પણ સ્કૂલમાં સતત ચેકીંગ કરવામાં આવે છે. રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ગુજરાતમાં વધતા કોરોના-એમિક્રોનના કેસ સામે સ્કૂલો બંધ રાખવાની માગ થઇ રહી છે. કોરોના સામે હિંમતથી લડવાનું છે, તકેદારી રાખવાની છે, સાવધાની રાખવાની છે. શિક્ષણ વિભાગે રવિવારે તાત્કાલિક એક પરિપત્ર જાહેર કરીને શાળાઓ્‌ને તકેદારી માટે કયાં પગલા ભરવા તેની સૂચના આપી હતીગુજરાતમાં સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. બીજી તરફ અમદાવાદ, સુરત અને વડોદરાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાં છે. ત્યારે શિક્ષણમંત્રી સમક્ષ વાલીમંડળે સ્કૂલો બંધ કરવા તેમજ સંક્રમિત થતાં વિદ્યાર્થીઓનો હોસ્પિટલ અને મેડિકલનો ખર્ચો સરકાર ઉઠાવે તેવી માંગ કરી છે. તે ઉપરાંત શિક્ષણમંત્રીએ સ્કૂલો માટે નવી ગાઈડલાઈનની પણ પરિપત્ર કરીને જાહેરાત કરી છે. આ દરમિયાન અમદાવાદમાં બોપલની શ્રી રામ સ્કૂલમાં માસ્ક વિના ભણાવતા શિક્ષકનો વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉભાં થયાં છે. આ વીડિયો અંગે સ્કૂલ દ્વારા પગલાં લેવાશે એવું પણ કહેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *