Gujarat

રાજકોટની ઇમ્પિરીયલ હોટેલના એ રૂમનો વિડીયો કોણે ઉતાર્યોએ રહસ્ય અકબંધ

રાજકોટ
રાજકોટ હોટલમાં નગ્ન ડાન્સના કેસમાં આખા મામલાની વાત કરવામાં આવે તો ગત શુક્રવારે સોશિયલ મિડીયામાં ઇમ્પિરીયલ હોટેલનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક રૂમમાં યુવતી નગ્ન ડાન્સ કરી રહી હતી.આ કેસમાં હોટેલમાં પાર્ટી યોજાય તેવી ચર્ચાઓ ઉઠી હતી જે બાદ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જાેગ ફરિયાદ દાખલ થઇ હતી.રાજકોટની ઇમ્પિરીયલ હોટેલનો ગત શુક્રવારે વાયરલ થયેલો વિડીયો કોણે ઉતાર્યો તે અંગે પોલીસને હજુ સુધી કોઇ નક્કર માહિતી નથી મળી.આ કેસમાં પોલીસે ઇમ્પિરીયલ હોટેલમાં તપાસ કર્યા બાદ હોટેલના મેનેજરનું નિવેદન લીધું અને ત્યારબાદ જરૂરી દસ્તાવેજાે તથા સીસીટીવી ફુટેજ કબ્જે કર્યા છે કેટલાક અન્ય લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે પરંતુ વિડીયો કોણે ઉતાર્યો તે માહિતી જાહેર કરવામાં આવી નથી,જાે પોલીસ દ્રારા વિડીયો ઉતારનાર કોણ છે તે માહિતી મેળવી લેવામાં આવે તો આ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે છે. આ કેસમાં પોલીસે ગત શુક્રવારે સાંજે જ ઇમ્પિરીયલ હોટેલમાં તપાસ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં રૂમ નંબર ૬૦૮માં જે તારીખની ચર્ચાઓ થઇ રહી છે તે દિવસે દિલ્લીનું કપલ રોકાયા હોવાનું સામે આવ્યું છે.આ દિવસે તેઓની રજીસ્ટ્રારમાં એન્ટ્રી અને સીસીટીવી પણ મળ્યા હોવાનો પોલીસ સૂત્રોએ દાવો કર્યો છે.જાે કે કોઇ ગુનાહિત પ્રવૃતિ ન થઇ હોવાનો દાવો કર્યો છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.કે,ગઢવીએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે આ કેસમાં જેમની પાસે વિડીયો પ્રથમ આવ્યો હતો તેના નિવેદન લેવામાં આવ્યા છે પરંતુ વિડીયો કોને ઉતાર્યો છે તે અંગે નક્કર માહિતી મળી નથી.હાલના તબક્કે કોઇ ગુમાહિત પ્રવૃતિ જાેઇ શકાય નથી. આ કેસમાં મુખ્ય કડી વિડીયો ઉતારનાર છે.જાે કે પોલીસ હજુ સુધી વિડીયો ઉતારનાર સુધી પહોંચી શકી નથી કે પહોંચવા માંગતી નથી તે સવાલ છે.જાે વિડીયો ઉતારનાર મળે તો આ વિડીયો કઇ તારીખે ઉતારવામાં આવ્યો હતો તે જાણી શકાય.રૂમ નંબર સ્પષ્ટ થઇ ગયા છે હવે જાે વિડીયો ઉતારનાર કોણ છે તે માહિતીના આધારે તારીખ જાણી શકાય તો આ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *