Gujarat

વડોદરાના સાવલીની યુવતીને હેરાન કરનાર યુવક સામે ફરિયાદ

વડોદરા
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ૨૦ વર્ષિય યુવતી બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે. છેલ્લા એક માસથી તેણે અનિલ કેસરીભાઇ પાટીલ (રહે. રીયા રેસ્ટોરન્ટ, સમા-સાવલી રોડ, વડોદરા) યુવતીના મોબાઇલ ફોન ઉપર સોશિયલ મીડિયા ઉપર મેસેજ કરીને પ્રેમ સંબધ બાંધવા માટે દબાણ કરતો હતો. છેલ્લા એક માસથી સતત મેસેજ કરી રહેલા અનિલ પાટીલથી ત્રાસી ગયેલી યુવતીએ આખરે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા ઉપર મેસેજ કરીને પ્રેમ સંબધ રાખવા માટે મજબૂર કરી રહેલ અનિલ પાટીલનો મૂળ ઇરાદો આબરૂ લેવાનો છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે અનિલ પાટીલ સામે યુવતીની હેરાનગતિનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અનિલ પાટીલની ધરપકડ થયા બાદ અન્ય વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ બનાવ અંગે એવી પણ માહિતી મળી છે કે, યુવતીનો ભાઇ અને અનિલ પાટીલ અગાઉ સાથે રેસ્ટોરન્ટ ચલાવતા હતા. તે દરમિયાન યુવતી અને અનિલ પાટીલ સંપર્કમાં આવ્યા હતા. તે બાદ અનિલ પાટીલે છેલ્લા એક માસથી યુવતીને સોશિયલ મીડિયા ઉપર પ્રેમ સંબધ બાંધવાના મેસેજ કરીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આ બનાવ અંગે સાવલી પોલીસ સ્ટેશના અનાર્મ હેડ કોન્સ્ટેબલ રાજુભાઇ તપાસ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ મેળવવાની કાર્યવાહી ચાલુ છે.બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી યુવતીને સોશિયલ મીડિયા ઉપર પ્રેમ સંબધ રાખવા માટેના મેસેજ કરીને હેરાન કરતા સેક્સ મેનિયાક સામે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, આ યુવાન આબરૂ લેવાના ઇરાદાથી પ્રેમસંબધ બાંધવા માંગતો હતો.

The-police-will-be-on-high-alert.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *