Gujarat

વિદ્યાર્થીઓની ઓફલાઈન શિક્ષણ આપવા માગ કરી

સુરત
વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ નહીં ઓફલાઈન શિક્ષણ આપવા માટે માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની સમસ્યા છે કે છેલ્લા દોઢ વર્ષથી ઓનલાઇન શિક્ષણ જ ચાલે છે. અને તેમાં એક ઘરમાં એક કરતા વધુ વિદ્યાર્થી હોય તેવા અનેક ઘર છે. ગરીબ વાલીઓ પાસે એક જ મોબાઈલ હોય છે અને એક કરતા વધુ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાં મુશ્કેલી પણ પડી રહી છે. તો કેટલાક વાલીઓ તો નેટની પણ ફરિયાદ કરી રહ્યા છે. આવી સમસ્યાના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે ઓનલાઇન શિક્ષણને બદલે ઓફલાઈન શિક્ષણની જ માંગણી કરી રહ્યા છે. જાેકે સમિતિના શિક્ષકો વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફલાઈન રોટેશન પ્રમાણે વિદ્યાર્થીઓને ભણતર આપી રહ્યા છે. પરંતુ હવે કોરોનાના કેસો ઓછા થતા વિદ્યાર્થીઓને જાતે જ શાળામાં આવીને શિક્ષણ મેળવવું છે. વાલીઓ કહે છે કે રાજકીય મેળાવડા અને રેલી ઓ થાય છે ત્યારે એક ઈંચનું પણ અંતર રાખવામાં આવતું નથી તેની સામે શાળાઓમાં તો વિદ્યાર્થીઓની કાળજી લેવાની સાથે કોરોનાની ગાઈડલાઇનનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે. તો હવે વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ મળવું જાેઈએ તેવી માંગ થઇ રહી છે.થોડા દિવસો પહેલા ઉતરાણ વિસ્તારની નગર પ્રથમિક શિક્ષણ સમિતિની એક શાળામાં ધોરણ ૨ના વિદ્યાર્થિનીએ સ્કૂલ શરૂ કરવાની માંગણી સાથે પત્ર લખ્યા બાદ અન્ય વિદ્યાર્થીઓ પણ હવે ઓનલાઇન શિક્ષણને બદલે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની માંગણી કરી રહ્યા છે. હાલમાં શિક્ષણ સમિતિમાં ધોરણ ૬ થી ધોરણ ૮ના જ પ્રત્યક્ષ વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ હાજરી ફક્ત ૫૦ ટકા જ રાખવાની કોરોનાની ગાઇડલાઇન છે. જેના કારણે અડધા વિદ્યાર્થીઓ ઓનલાઇન અને અડધા વિદ્યાર્થીઓને શાળામાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સ્કૂલ માં રોટેશન પ્રમાણે આ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

Primary-education-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *