અમદાવાદ
હાઇકોર્ટે અગાઉ આદેશમાં નોંધ્યું હતું કે,‘બાળક એટલો અબોધ છે કે તેને માતા-પિતાની મૃત્યુથી સાવ અજાણ છે. જાેકે તેના દાદા-દાદી અને કાકા સાથે મુલાકાત દરમિયાન અમે એના ચહેરા પર નિર્દોષ હાસ્ય રેલાતું જાેયું છે. તેણે દાદા-દાદીના ઘરે અમદાવાદ આવવાની તૈયારી પણ દર્શાવી છે. બીજી તરફ એની મૃતક માતાના પરિવારજનોએ પણ મોટું મન દર્શાવ્યું છે અને કહ્યું છે કે દાદા-દાદી દાહોદ આવીને બાળકને મળી શકે છે અને બે-ત્રણ દિવસ રોકાઇ પણ શકે છે. તેને દાહોદની સ્કૂલમાં પ્રવેશ પણ અપાવ્યો છે. કોર્ટનું મત છે કે આ બંને પક્ષોએ પોતપોતાના સંતાનો કોરોનાના લીધે ગુમાવ્યા છે. ત્યારે જાે એમની વચ્ચે કોઇ અંગત મતભેદો હોય તો હાલ માટે એને ભૂલી જવા જાેઇએ. બંને પક્ષોએ માત્રને માત્ર બાળકના હિત, કલ્યાણ અને ભવિષ્ય માટે કામ કરવું જાેઇએ. ખાસ કરીને જ્યારે આ બાળક એટલી કુમળી વયનું છે કે તેને એના જીવન પર માતા-પિતાની મૃત્યુના લીધે થનારી અસરની પણ કંઇ ખબર નથી.’ આ સાથે હાઇકોર્ટે દાદા-દાદીને દાહોદ જઇને ત્યાં આરવ સાથે રહેવા અને ત્યારબાદ વચગાળાની રાહત રૂપે ૧૫ દિવસ એને અમદાવાદ પોતાની સાથે રહેવા લાવવાનો આદેશ કર્યો હતો. જાેકે, આ આદેશનો અમલ નહોતો થયો અને કેસની બીજી સુનાવણી દરમિયાન જસ્ટિસ એન.વી. અંજારિયા અને જસ્ટિસ એ.પી. ઠાકરની ખંડપીઠે આદેશ કર્યો હતો કે,‘આ બાળક બંને કુટુંબના સભ્યો સાથે સલામતી અને રાહત અનુભવે છે. જાેકે અગાઉના આદેશ છતાં તે હજુ પણ તેની માસીની જાેડે જ છે. તેથી આ કેસની આગામી સુનાવણી સુધી બાળકની કસ્ટડી અમદાવાદ રહેતા દાદાને સોંપવાનો આદેશ કરવામાં આવે છે. દરમિયાન બંને પક્ષો સોગંદનામું કરીને જણાવે કે તેમના ઘરે કેટલા સભ્યો રહે છે અને એમના શું સંબંધો છે. કેમ કે કોર્ટ માટે બાળકનું હિત જ સર્વોપરિ છે.’ હવે આ કેસની વધુ સુનાવણી ૧૩મી ઓક્ટોબરના રોજ થશેકોરોનામાં સામે આવેલા અનેક કરૂણ કિસ્સાઓ પૈકીનો એક કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. જેમાં કોરોનાના લીધે માતા-પિતાને ગુમાવનાર પાંચ વર્ષના બાળક આરવની કસ્ટડી માટે ૭૧ વર્ષના દાદાએ હાઇકોર્ટમાં અરજી કરી છે. હાઇકોર્ટે આ કેસમાં દાદા અને નાના બંને પક્ષોને તેમની રજૂઆત સોગંદનામા મારફતે કરવાનો આદેશ કર્યો છે અને કેસની વધુ સુનાવણી ૧૩મી ઓક્ટોબરના રોજ મુકરર કરી છે. સાથે જ અગાઉના આદેશ મુજબ આરવની કસ્ટડી તેના દાદા પાસે જ રાખવા દેવાનો વચગાળાનો આદેશ આગામી મુદત સુધી લંબાવી છે. મે અને જૂનના એક જ મહિનાના ગાળામાં આરવના માતા-પિતા બંને કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. ત્યારે આરવ તેના માતાના પિતા(નાના) અને માસીની જાેડે દાહોદમાં હતો. તેથી તેની કસ્ટડી એમની જાેડે જ હતી. પરંતુ થોડા વખત બાદ દાદાએ એની કસ્ટડી માટે દાવો કર્યો હતો અને હવે હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી છે. સામાન્ય રીતે કોઇ નાગરિક કોઇની ગેરકાયદેસરની કસ્ટડીમાં હોય કે એને ગોંધી રાખવામાં આવે ત્યારે હેબિયસ કોર્પસ અરજી કરાય છે. એ મુજબ પ્રસ્તુત કેસમાં હેબિયસ કોર્પસનો મામલો બનતો ન હોવા છતાંય કેસના વિશિષ્ટ સંજાેગો જાેતાં હાઇકોર્ટે માનવીય અભિગમ દાખવતા કાર્યવાહી હાથ ધરી છે.