ભારત અને ઈંગ્લેન્ચ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ આજથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે. પરંતુ તેનાથી પહેલા જ ભારતીય ટીમમાંથી સ્પિનર અક્ષર પટેલ બહાર થઈ ગયા છે.
અક્ષર પટેલ ઘૂંટણના દુખાવાની ફરિયાદના કારણે પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થયા છે અને તેમની જગ્યાએ સ્પિનર શાહબાજ નદીમ અને રાહુલ ચાહરને જગ્યા આપવામાં આવી છે.
બીસીસીઆઈના નિવેદન અનુસાર કહેવામાં આવ્યું છે કે, અક્ષર પટેલના સ્વસ્થ પર નજર બનાવી રાખેલી છે અને તેમનો રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના કેપ્ટનશી જો રૂટે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે.
ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં ચેન્નાઈમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂઆતની બે મેચો રમાશે.
અક્ષર પટેલના ઘૂંટણમાં દુખાવાની ફરિયાદના કારણે પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે અને તેમની જગ્યાએ સ્પીનર શહેબાજ નદીમ અને રાહુલ ચાહરને જગ્યા આપી છે.


