Gujarat

ચેપોકમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૂઃ ટોસ જીતવામાં કોહલીને મળી નિષ્ફળતા

  • જસપ્રીત બુમરાહ 17 ટેસ્ટ રમ્યા બાદ ભારતમાં પ્રથમ ટેસ્ટ રમશે
  • ચેન્નાઇ ટેસ્ટમાં આશ્ચર્ય વચ્ચે નદીમનો સમાવેશ, ચાઇનામેન ભૂલાયો

ચેન્નાઇઃ ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઇના ચેપોક મેદાન પર પ્રથમ ટેસ્ટ    નો પ્રારંભ થઇ ગયો. બ્રિટિશ કેપ્ટન જો રુટે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ટીમ ઇન્ડિયામાં આશ્ચર્ય વચ્ચે સ્પિનર શહેબાઝ નદીમનો સમાવેશ કરાયો. કારણ કે ચાઇનામેન તરીકે જાણીતા કુલદીપ યાદવની રમવાની શક્યતા જણાતી હતી. જ્યારે ચેપોકની પીચને ધ્યાનમાં રાખી બે ફાસ્ટર અને ત્રણ સ્પિનરો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરી છે.

ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા પ્રથમ 6 ઓવરમાં માત્ર 10 રન કર્યા રોય બર્ન્સ 7 રને અને ડોમ સિબલે 2 રને રમી રહ્યા હતા.

દેશમાં કોરોના કાળ બાદ 10 મહિના પછી ક્રિકેટ શરુ થયું હોવાથી ખેલપ્રમેમીઓમાં અનેરો ઉત્સાહ છે. ઘૂંટણની ઇજાને કારણે ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલ ટેસ્ટ ડેબ્યુ કરવાથી વંચિત રહી ગયો. પરંતુ ઓસ્ટ્રેલિયામાં શાનદાર દેખાવ કરનારા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી છે.

જસ્પ્રીત બુમરાહનું ભારતમાં ટેસ્ટ ડેબ્યુ

બુમરાહે 17 ટેસ્ટમાં 21.59ની એવરેજથી 79 વિકેટ લીધી છે. પરંતુ તે હજી સુધી ભારતમાં એકપણ ટેસ્ટ રમ્યો નથી. આ તેની ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ છે. કોહલીએ મેચ પહેલાં કહ્યું હતું કે, “બુમરાહ હોમ ડેબ્યુ માટે બહુ ઉત્સુક છે. ગઈ વખતે ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે અમારા ફાસ્ટ બોલર્સે ઇંગ્લિશ પેસ બેટરી કરતાં સારો દેખાવ કર્યો હતો. આ વખતે બુમરાહની સાથે મોહમ્મદ સિરાજ અને ઇશાંત શર્મા જેવા વિકલ્પ પણ છે.

જો રુટની 100મી ટેસ્ટ

ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટની આ 100 ટેસ્ટ મેચ છે. જ્યારે શ્રેણીમાં બંને ટીમ ચાર ટેસ્ટ મેચો રમશે. રુટે તાજેતરમાં શ્રીલંકામાં ગજબનું ફોર્મ દાખવી બેવડી સદી સહિત બે સદી ફટકારી બે મેચમાં જ 400થી વધુ રન કર્યા હતા. એટલું જ નહીં શ્રીલંકાને તેના ઘરઆંગણે 2-0ની શ્રેણીમાં મ્હાત પણ આપી.

ભારતમાં સારો દેખાવ કરનારા મોઇન અલીને સાઇડમાં બેસાડ્યો

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીએ ભારતમાં અગાઉ બહુ સારો દેખાવ કર્યો હતા. છતાં તેને આ મેચમાં પ્લેઇંગ ઇલેવન (IND ENG Chennai Test)માં સ્થઆન અપાયું નહીં. ઇંગ્લેન્ડની ટીમ 35 વર્ષથી ભારતને ચેપોક મેદાન પર હરાવી શકી નથી. ઇંગ્લિશ ટીમે છેલ્લે 1985માં ચેપોકમાં જીત મેળવી હતી. આ પછી, ભારતે આ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ સામે સતત 3 ટેસ્ટ જીતી હતી.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેપોકમાં છેલ્લી ટેસ્ટ 2016માં રમાઈ હતી. ત્યારે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને ઇનિંગ્સ અને 75 રનથી હરાવ્યું હતું. 4 વર્ષ પછી બંને ટીમો ફરી એક વખત અહીં આમને-સામને થઈ રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પેટરનિટીવ લીવ બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે.

ભારતચેપોકમાં 22 વર્ષથી ટેસ્ટમાં અપારજીત

ભારતીય ટીમ ચેપોકમાં છેલ્લા 22 વર્ષથી અપરાજીત રહી છે. ભારતે છેલ્લે જાન્યુઆરી 1999માં પાકિસ્તાન સામે 12 રને મેચ ગુમાવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ અહીં 8 ટેસ્ટ મેચ રમી છે. તેમાંથી ભારત 5 જીત્યું છે અને 3 મેચ ડ્રો રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેપોકમાં અત્યાર સુધીમાં 9 ટેસ્ટ મેચ રમાઈ છે. આમાં ભારતીય ટીમે 6 મેચ જીતી છે. ઇંગ્લેન્ડે 2 ટેસ્ટ જીતી હતી, જ્યારે એક મેચ ડ્રો રહી હતી.

ભારતની પ્લેઈંગ 11:

શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમ

ઇંગ્લેન્ડની પ્લેઈંગ 11:

રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, જોસ બટલર (વિકેટકીપર), ડોમ બેસ, જેક લીચ, જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસન

હવામાન એકદમ સ્વચ્છ

પહેલી ટેસ્ટમાં પાંચેય દિવસ વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. ટેસ્ટ દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. ચેપોકની પીચ સામાન્ય રીતે સ્પિનરો-અનુકૂળ માનવામાં આવે છે, પરંતુ આ વખતે ઝડપી બોલરો માટે પણ તક હશે, કારણ કે પિચ પર ઘાસ છે. પિચ ક્યુરેટર વી.રમેશ કુમારે કહ્યું કે ચેપકની પિચ સામાન્ય રીતે જોવામાં સપાટ હોય છે, પરંતુ આ વખતે સ્કવેર અને આઉટફિલ્ડમાં ગ્રીન ઘાસ છે. ચેપોકમાં લાલ માટીનો ઉપયોગ થાય છે. ટેસ્ટમાં ત્રીજા દિવસથી સ્પિનરોને ખાસ મદદ મળી શકે છે.

IND-ENG-Chennai-Test.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *