જામનગરમાં સીટી બી પોલીસે મધરાતના સુમારે પસાર થતી રીક્ષાને અટકાવી હતી જે વેળાએ તેનો ચાલક રીક્ષા મુકીને અંધારામાં નાશી છુટ્યો હતો.આથી પોલીસે રીક્ષાની તલાશી લેતા અંદરથી ઇંગ્લીશ દારૂની ૧૮ બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂ.નવ હજારનો દારૂ અને રીક્ષા સહિત રૂ.૬૯ હજારની મતા કબજે કરી હતી અને રીક્ષા ચાલક સામે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
જામનગર નજીક ધુતારપર ગામે ખારાવાડમાં પંચ એ પોલીસે હનિફ હારૂનભાઇ ઓડીયાના કબજાના મકાનમાં દરોડો પાડી અંદરથી ઇંગ્લીશ દારૂની બાર બોટલ પકડી પાડી હતી. જેમાં દારૂ લખમણ વાલજીભાઇ રાઠોડ સાથે મળી ભાગીદારીમાં લાવ્યા હોવાનું ખુલતા પોલીસે દારૂની એક પેટી કબજે કરી બંને સામે ગુનો નોંધ્યો હતો. જામનગરના બેડ ગામે પોલીસે એક મકાનમાં દરોડો પાડી બીયરના સાત ટીન સાથે મકાન ધારક સંજય દામજીભાઇ રાઠોડને પકડી પાડયો હતો. જોડીયા ગામે પોલીસે પીઠડ-પડાણા માર્ગ પરથી દારૂની બે બોટલ સાથે ચંદ્રેશ અમરશીભાઇ સરવૈયા અને મનુ નાગજીભાઈ સરવૈયાને દારૂની બે બોટલ સાથે પકડી પાડયા હતા.
