ધ્રોલ તાલુકાના દેડકદળ ગામે રહેતા ધનુબેન ડાયાભાઇ મકવાણા (ઉ.વ.૮૦) નામના વૃધ્ધાએ મોડી રાત્રે પોતાના ઘરના ફળીયામાં શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી લેતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા.
જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયુ હતું. આ બનાવની મૃતકના પુત્ર પ્રવિણભાઇ મકવાણાએ જાણ કરતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી. મૃતકની છેલ્લા ચારેક વર્ષથી માનસિક બિમારીની દવા ચાલુ હતી. જેઓને સારૂ નહી થતા કંટાળી આ પગલું ભરી લીધુ હોવાનું પોલીસમાં જાહેર થયુ છે.
