Gujarat

રાજકોટ: કેટરિંગના ધંધામાં મંદી આવતા પિતા-પુત્રએ શરૂ કર્યો જુગારધામ, ઝડપાઇ ગયા

રાજકોટ: રાજકોટ શહેર પોલીસે એક સાથે ચાર જુગારધામ ઝડપી પાડ્યાં છે. પોલીસે પોતાની રેડ દરમિયાન 4 મહિલા સહિત 32 જેટલા શકુનીઓને પણ ઝડપી પાડ્યા છે. રાજકોટ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ  દ્વારા ટોકનથી ચાલતી જુગાર કલબ ઉપર દરોડો પાડવામાં આવ્યો છે. પોલીસે અલગ અલગ જગ્યાએ કરેલી કાર્યવાહીમાં પિતા-પુત્રની જુગાર રમાડવા બદલ ધરપકડ કરી છે. પોલીસે એક લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ અતુલ સોનારાએ આ અંગે જણાવ્યું હતું કે, અમારી ટીમને રવીરત્ના પાર્ક શેરી નંબર-1માં આવેલ રિદ્ધી કોમ્પલેક્શનમાં જૂગાર ક્લર ચાલવાની બાતમી મળી હતી. બાતમીના આધારે અમે કરેલી રેડમાં જૂગાર ધામ ચલાવતા પિતા-પુત્ર( કૈલાશભાઈ હસમુખભાઈ બુધ્ધદેવ, આકાશ કૈલાશભાઈ બુધ્ધેદેવ) અને 15 જૂગારી જૂગાર રમતા ઝડપાયા હતા. પોલીસ પૂછપરછમાં જુગારધામ ચલાવતા પિતા-પુત્રે કેટરિંગના ધંધામાં મંદી આવવાના કારણે છેલ્લા દોઢ મહિનાથી જુગાર ક્લબ ચલાવતા હોવાનું જણાવ્યું છે.

તો અન્ય એક રેડમાં થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા જાહેરમાં જુગાર રમતા ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. થોરાળા પોલીસ સ્ટેશનના પી.આઇ જી.એમ. હડિયાએ જણાવ્યું હતું કે, અમારી ટીમને બાતમી મળી હતી કે, ભાવનગર રોડ પર આવેલા પીટીસી ગ્રાઉન્ડમાં ત્રણ વ્યક્તિઓ તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે રેડ કરતા ત્રણેય આરોપીઓને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. ત્રણેય શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉપરાંત રાજકોટ પોલીસે અન્ય વધુ બે જગ્યાએથી કુલ 12 લોકોને જૂગાર રમતા ઝડપી પાડ્યા છે.

Rajkot-Gambling_2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *