મુંબઈ
કરીના કપૂર હાલ કોરોના સંક્રમિત છે અને આઈસોલેશનમાં છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કરીનાએ કહ્યું હતું કે, તે તમામ સાવચેતી રાખી રહી છે. એક્ટ્રેસે શેર કરેલો આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.બોલિવૂડ કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂરનો પુત્ર તૈમૂર અલી ખાન ૫ વર્ષનો થઈ ગયો છે. તમને જણાવવુ રહ્યુ કે, કરીના હાલ કોરોના સંક્રમિત છે અને તે તેના પુત્રોને ખૂબ જ મિસ કરી રહી છે. આજે તૈમૂરના જન્મદિવસ પર તેણે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે. કરીનાએ તૈમુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં બાળપણમાં તૈમુર ચાલતા શીખી રહ્યો છે. આ વીડિયોમાં તૈમૂર ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. તૈમુરનો આ વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તૈમુરનો વીડિયો શેર કરતાં કરીનાએ લખ્યું, તારું પહેલું પગલું અને પહેલુ પડવુપ.. મેં તેને ખૂબ ગર્વ સાથે રેકોર્ડ કર્યું છે. આ તારું પહેલું કે છેલ્લું પગલું નથી, મારા દીકરા. પણ હું હંમેશા એક વાત જાણું છું, તું હંમેશા તારી જાતને આગળ લઈ જઈશ અને ગર્વથી માથું ઉંચુ રાખીને ચાલીશ કારણ કે તુ મારો ટાઈગર છે. હેપ્પી બર્થડે હાર્ટબીટ. મારી ટિમ ટિમપ. મારા પુત્ર તારા જેવું કોઈ નથી. વીડિયોમાં તૈમૂર એક-બે ડગલું ચાલે છે અને પછી પડી જાય છે. કરીનાની પોસ્ટ પર કોમેન્ટ કરીને ફેન્સ અને સેલેબ્સ તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અમૃતા અરોરાએ હાર્ટ ઇમોજી પોસ્ટ કરવાની સાથે સાથે ટિમ ટિમ લખીને તૈમુરને શુભેચ્છા આપી. ડિઝાઇનર મસાબા ગુપ્તાએ લખ્યું હેપ્પી બર્થ ડે તૈમૂર. કરીનાની આ પોસ્ટને થોડા જ સમયમાં ૨ લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.