મુંબઈ
ડ્રગ્સ કેસમાં દ્ગઝ્રમ્ની ચાલી રહેલી તપાસ વચ્ચે શાહરૂખ ખાનની મેનેજર પૂજા ડડલાણી પોતાના હાથમાં સીલબંધ ડોક્યુમેન્ટ્સ લઈને એનસીબી ઓફિસમાં પ્રવેશતી જાેવા મળી હતી. એનસીબીની ટિમ ગુરુવારે આર્યન ખાન સાથે સંબંધિત દસ્તાવેજાે ભેગા કરવા માટે શાહરુખ ખાનના બંગલા મન્નત પહોંચી હતી. હવે પૂજા ડડલાણી એનસીબીની ઓફિસથી નીકળી પણ ચુકી છે. જણાવી દઈએ કે આ કેસમાં બે દિવસથી અભિનેત્રી અનન્યા પાંડેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હજુ તેને સોમવારે પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. સાથે જ આર્યન ખાનની જામીન અરજી કોર્ટે ઘણીવાર ફગાવી દીધી છે. ત્યારે હવે અનન્યા પાંડેની પૂછપરછ બાદ આર્યન ખાનની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. ગુરુવારે, મુંબઈની વિશેષ એનડીપીએસ કોર્ટે ડ્રગ્સના કેસમાં આર્યન ખાન અને અન્ય સાત લોકોની ન્યાયિક કસ્ટડી ૩૦ ઓક્ટોબર સુધી લંબાવી હતી.મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન જેલમાં બંધ છે, ત્યારે અભિનેતા શાહરુખ ખાનની મેનેજર પૂજા ડડલાણી શનિવારે મુંબઈમાં દ્ગઝ્રમ્ ઓફિસ પહોંચી હતી. આર્યન ખાનની મેડિકલ હિસ્ટ્રી અને તેના શિક્ષણ સંબંધિત દસ્તાવેજાેની વિગતો આપવા માટે શુક્રવારે તેને આપવામાં આવેલી નોટિસના જવાબમાં તે એનસીબીની ઓફિસ હાજર થઇ હતી. તે માત્ર શાહરુખ ખાનની મેનેજર જ નથી, પરંતુ તેને આર્યન ખાનની પ્રતિનિધિ પણ માનવામાં આવે છે. તપાસ એજન્સીએ શાહરૂખ ખાનના ડ્રાઈવરની પૂછપરછ કર્યાના એક દિવસ બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. માહિતી અનુસાર શાહરૂખ ખાનનો એક કર્મચારી આર્યન ખાનને ડ્રગ્સ પૂરો પાડવાના આરોપમાં તપાસ હેઠળ છે. આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે.