Uttar Pradesh

ભારતનો ખેડૂત સરકારના ઘમંડને કચડી નાખશે ઃ કન્હૈયા કુમાર

નવી દિલ્હી
લખીમપુર ખેરીમાં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતોના વિરોધ દરમિયાન રવિવારના રોજ પરિસ્થિતિ વધુ વણસી હતી. ખેડૂતોનો આરોપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્રએ વિરોધ કરી રહેલા ખેડૂતો પર તેમની કારને ચડાવી દીધી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૮ ખેડૂતોના મોત થયા છે. જે વચ્ચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ લખીમપુરમાં ખેડૂતોને મળવા ૩-૪ ઓક્ટોબરના રોજ બપોરે ૧ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા, પરંતુ હરગાંવથી અટકાયત કરીને સીતાપુર પોલીસ લાઈન્સમાં લઈ જવામાં આવી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ પોલીસકર્મીઓ પર રોષે ભરાયા હતા.કોંગ્રેસના નેતા કન્હૈયા કુમારે રવિવારના રોજ ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં ખેડૂતો પર ખેડૂતો પર હુમલો કરવાની ઘટના પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. તાજેતરમાં જ કોંગ્રેસ પક્ષમાં જાેડાયેલા કન્હૈયા કુમારે એક ટ્‌વીટમાં જણાવ્યું છે કે, ભાજપ તેમના વાહનોથી માટીને કચડીને સોનું બનાવનારા ખેડૂતોને કચડી રહ્યું છે. બેઈમાની સાંભળો તમે વાહનોની સવારી કરીને ખેડૂતોની માંગને કચડી શકશો નહીં, પરંતુ ભારતના ખેડૂતો ચોક્કસ તમારી સત્તાના ઘમંડને કચડી નાખશે. લખીમપુરની ઘટનાને કારણે રાજધાની લખનઉમાં રસ્તાઓ પર સંઘર્ષ ચાલી રહ્યો છે. છેલ્લા ૧૦થી ૧૨ કલાકમાં વહીવટી તંત્ર દ્વારા ઘણા મોટા વિપક્ષી નેતાઓને લખીમપુર જવાથી રોકવામાં આવ્યા છે. આ કારણોસર વિપક્ષ હવે રસ્તા પર ઉતરી આવ્યો છે. કોંગ્રેસ અને સમાજવાદી કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. તે જ સમયે ઉત્તર પ્રદેશ પોલીસે અખિલેશ યાદવને કસ્ટડીમાં લીધા છે. પ્રિયંકા ગાંધી અને આપ નેતા સંજય સિંહને પણ નજરકેદ કરવામાં આવ્યા છે. કન્હૈયા કુમાર ઉપરાંત ઇત્નડ્ઢ નેતા તેજસ્વી યાદવે પણ લખીમપુર ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેજસ્વી યાદવે કહ્યું છે કે, આપણા દેશમાં અન્નદાતાઓએ આવા નરસંહારનો સામનો કરવો પડશે, સત્તા દ્વારા સુઆયોજીત ભયાનક અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. જે અત્યાર સુધી અકલ્પનીય હતું, પરંતુ આ નવું ભારત છે. તોફાનીઓ સત્તામાં છે અને બંધારણીય સંસ્થાઓ ભયમાં છે. લખીમપુર ખેરીમાં ક્રૂરતા માફ કરી શકાતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *