International

અમેરિકાના વાયુસેનાના સ્ટાફના ૨૭ને છુટા કરાયા

અમેરિકા
કોરોનાને લઈને સીડીસીએ સોમવારે લોકોને સલાહ આપી છે કે તેઓ ઇટાલી, ગ્રીનલેન્ડ અને મોરેશિયસની મુસાફરી ન કરે. સીડીસીએ ૮૪ જગ્યાને લેવલ ૪ તરીકે વર્ગીકૃત કરી છે એટલે કે ઉચ્ચ જાેખમ વાળા દેશ ગણાવ્યા છે. ઇટાલીમાં સોમવારે ૯૮ કોરોના સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે રવિવારે આ સંખ્યા ૬૬ હતી. અહીં ૨૪ કલાકમાં ૧૯,૨૧૫ નવા સંક્રમિતોની ઓળખ થઈ છે. અમેરિકા માટે ટોચના પર્યટન સ્થળોની યાદીમાં ઈટાલી ટોચ પર છે. ૬ ડિસેમ્બરથી, અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે યુએસમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.વિશ્વમાં કોરોનાના કારણે સૌથી વધુ સ્થિતિ ખરાબ થઇ હોય તો તે છે અમેરિકા. અમેરિકામાં વેક્સિનેશનની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. પરંતુ વેક્સિન ના લેનારા લોકોને નોકરીથી હાથ ધોવા પડે છે. યુએસ એરફોર્સે તેના ૨૭ કર્મચારીઓને કાઢી મૂક્યા કારણ કે તે બધાએ કોરોના રસીના ડોઝ લેવાનો ઇનકાર કર્યો હતો. પેન્ટાગોને ઓગસ્ટમાં જ દરેક માટે રસી ફરજિયાત બનાવી હતી. આ પછી મોટાભાગના સૈનિકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લઇ લીધો હતો. વાયુસેનાના પ્રવક્તા એન સ્ટેફનેકે કહ્યું કે આ સૈનિકોને રસી લેવાની ના પાડવાનું કારણ સમજાવવાની તક પણ આપવામાં આવી હતી. વાયુસેનાના લગભગ ૯૭ ટકા જવાનોને કોરોનાની રસી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે યુએસ એર અને આર્મીમાં લગભગ ૩૨૬,૦૦૦ સક્રિય સૈનિકો છે. નોંધનીય છે કે, સોમવાર સવાર સુધીમાં, અમેરિકામાં કોરોના રસીના ૪૮૫,૩૫૯,૭૪૬ ડોઝ આપવામાં આવ્યા છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ આ માહિતી આપી છે. એજન્સીએ જણાવ્યું કે દેશમાં ૨૩૯,૨૭૪,૬૫૬ લોકોએ રસીનો એક ડોઝ લીધો છે અને ૨૦૨,૨૪૬,૬૯૮ લોકોએ બંને ડોઝ લીધા છે. સીડીસીની સૂચિમાં મોડર્ના અને ફાઈઝર/બાયોએનટેકની બે-ડોઝ રસીઓ અને જાેન્સન એન્ડ જાેન્સનની સિંગલ-ડોઝ રસીનો સમાવેશ થાય છે. લગભગ ૫૪.૪ મિલિયન લોકોએ ઁકૈડીિ, સ્ર્ઙ્ઘીહિટ્ઠ અથવા ત્નશ્ત્ન નો બૂસ્ટર ડોઝ લીધો છે. ૨૦ ઓક્ટોબરના રોજ, યુએસ હેલ્થ રેગ્યુલેટરે આ ત્રણ રસીના બૂસ્ટર ડોઝને મંજૂરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *