International

યુરોપમાં કોરોનાને કારણે અત્યારસુધી ૨૦ લાખ લોકોના મોત થયા

કોપન હેગન,
યુરોપમાં કોરોના મહામારી વકરવાના ત્રણ પરિબળો છે. એક, ભારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટ બે, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવાના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા અને ત્રણ યુરોપમાં મોટી સંખ્યામાં લોકોએ હજી રસી લીધી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે ૫૩માંથી ૪૯ દેશોમાં આઇસીયુમાં જગ્યા મળવી મુશ્કેલ બનશે તો ૨૫ દેશોમાં હોસ્પિટલોમાં પણ બેડની તંગી સર્જાશે. યુએસના વિદેશ વિભાગે અમેરિકનોને જર્મનીનો પ્રવાસ ન કરવા જણાવ્યું હતું અને જાે પ્રવાસ કરવો જ પડે તો કોરોનાની રસી લઇને જ કરવાની સલાહ આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે સ્પેનિશ રિસર્ચ કાઉન્સિલે કોરોનાના એન્ટીબોડી ટેસ્ટ માટે લાઇસન્સ કરાર કર્યા છે જેને પગલે હવે અન્ય ઉત્પાદકો પણ એન્ટીબોડી ટેસ્ટનું ઉત્પાદન કરી શકશે. ફ્રાન્સના વડાપ્રધાન જ્યાં કાસ્ટેક્સ સોમવારે કોરોના પોઝિટિવ બનતાં સોશ્યલ મિડિયામાં લોકોના રોષનો ભોગ બન્યા છે. તેમના માસ્ક પહેર્યા વિનાના અને લોકો સાથે હાથ મિલાવતાં અનેક વિડિયો વાઇરલ થયા છે. મહામારી દરમ્યાન શું ન કરવું જાેઇએ તેનું આ એક મોટું ઉદાહરણ છે. ભારત અને નેપાળે એકબીજાના કોરોના રસીના પ્રમાણપત્રોને માન્ય કરવા માટે સમજૂતી સાધી છે જેથી બંને દેશોમાં કોરોનાની બંને રસી લેનારા લોકો સરળતાથી પ્રવાસ કરી શકશે. દરમ્યાન દુનિયામાં કોરોનાના નવા સવા બે લાખ કેસો નોંધાવાને કુલ કેસોની સંખ્યા ૨૫૮,૬૩૯,૨૪૪ થઇ છે અને ૪૧૭૮ મરણ થવાને કારણે કુલ મરણાંક ૫૧,૭૮,૮૬૦ થયો હતો.૫૩ દેશો ધરાવતાં યુરોપમાં આગામી માર્ચ મહિના સુધીમાં કોરોનાનો કુલ મરણાંક સાત લાખે પહોંચી શકે છે તેવી આગાહી વિશ્વ આરોગ્ય સંસ્થાની યુરોપ ઓફિસે કરી છે. ડેનમાર્કના કોપનહેગન શહેર સ્થિત વિશ્વ આરોગ્ય સંસ્થા યુરોપના ડાયરેકટર ડો. કલુજે જણાવ્યું હતું કે ચેપ સામે રસીનું રક્ષણ ઘટી રહ્યું છે અને ૬૦ વર્ષ કરતાં વધારે વયના લોકોને બૂસ્ટર ડોઝ અગ્રતાના ધોરણે આપવાનું શરૂ કરવું જાેઇએ. યુરોપ અને મધ્ય એશિયામાં કોરોનાની હાલત ગંભીર છે. આપણી સામે પડકારજનક શિયાળો આવી રહ્યો છે પણ આપણે આશા ન ગુમાવવી જાેઇએ. ગયા સપ્તાહે કોરોના મહામારીમાં દૈનિક મરણાંક ૪૨૦૦ સુધી પહોંચી ગયો હતો. જે સપ્ટેમ્બરના અંતે નોંધાયેલા મરણાંક કરતાં બમણો હતો. યુરોપમાં કોરોનાનો કુલ મરણાંક પંદર લાખે પહોંચી ગયો છે જે માર્ચ મહિનામાં વધીને વીસ લાખે પહોંચી શકે છે. બીજી તરફ જર્મનીમાં કોરોનાના કેસો વધવાને પગલે જર્મન મિલિટરીએ સૈનિકો માટે કોરોનાની રસી ફરજિયાત કરવા વિચારણા શરૂ કરી છે. સંરક્ષણ મંત્રાલયે જર્મન મિલિટરી બ્લોગને સમર્થન આપતાં જણાવ્યું હતું કે લશ્કરી અધિકારીઓ અને સૈનિકોના પ્રતિનિધિઓ વચ્ચે કોરોનાની રસી આપવાની બાબતે સંમતિ સધાઇ છે. જર્મન મિલિટરીમાં હાલ કોરોનાના ૧૨૧૫ કેસ નોંધાયેલા છે. છેલ્લા ૨૪ કલાકમાં જર્મનીમાં કોરોનાના નવા ૪૫,૩૨૬ કેસો અને ૩૦૯ જણાના મોત નોંધાયા છે. દરમ્યાન અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન-સીડીસી- દ્વારા અમેરિકનોને કોરોનાના કેસો વધવાને કારણે જર્મની અને ડેનમાર્કનો પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

Corona-In-Europe.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *