National

જાેર્ડનની સંસદમાં જાેવા મળ્યો ડબ્લ્યુડબ્લ્યુએફના દૃશ્યો

જાેર્ડન
વાયરલ થયેલા વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે સાંસદો અચાનક એકબીજા સાથે અથડામણ કરે છે. તેઓ એકબીજા પર મુક્કાઓનો વરસાદ કરે છે. ૧ મિનિટથી વધુના આ વીડિયોમાં જાેઈ શકાય છે કે લડાઈ દરમિયાન ઘણા સાંસદો ત્યાં એકઠા થયા હતા. આ દરમિયાન એક સાંસદ પોતાની સીટ પર પડી જાય છે. જાે કે આ પછી પણ મારપીટ ચાલુ છે. જાેર્ડનની સંસદમાં બંધારણીય સુધારાને લઈને ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન એક સાંસદે ગૃહમાં અસંસદીય ટિપ્પણી કરીને કાર્યવાહીને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી સ્પીકરે તેમને બહાર જવાની સૂચના આપી જેના કારણે સંસદમાં હંગામો શરૂ થયો. આ લડાઈમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. કેટલાક સાંસદોને સામાન્ય ઈજા થઈ છે. નોંધપાત્ર વાત એ છે કે જાેર્ડનમાં ૧૯૫૨માં બંધારણ અપનાવવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં બંધારણમાં ૨૯ વખત સુધારો કરવામાં આવ્યો છે.રસ્તાઓ પર જાેવા મળતી હિંસાના દ્રશ્યો હવે સંસદમાં પણ જાેવા મળી રહ્યા છે. થોડા થોડા સમયે આવું કંઈને કંઈ ચિત્ર સામે આવે છે જે સંસદની અંદર જનપ્રતિનિધિઓનું અમાનવીય વર્તન દર્શાવે છે. હવે જાેર્ડનની સંસદમાં કંઈક એવું બન્યું છે કે જેને જાેઈને દરેક આશ્ચર્યચકિત થઈ જશે અને દેશ શરમાઈ જશે. અહીં દલીલો કરતી વખતે સાંસદો એકબીજા સાથે મારામારી પર ઉતરી આવ્યા હતા. અને લાતો અને મુક્કાઓનો વરસાદ કર્યો હતો. સંસદની અંદર આ લડાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જુતમ-પજરની આ ઘટના મંગળવારે જાેર્ડનની સંસદમાં બની હતી. સંસદની કાર્યવાહી દરમિયાન જ્યારે સ્પીકરે એક ડેપ્યુટીને સંસદ છોડવા કહ્યું, ત્યારે હંગામો થયો. સાંસદો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ અને તે પછી જે બન્યું તેનાથી આખો દેશ શરમમાં મુકાઈ ગયો. સંસદસભ્યો ગૃહની અંદર એકબીજા સાથે મારામારી પર ઉતરી આવ્યા હતા.

Jordan-Sansad.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *