પાકિસ્તાન
પાકિસ્તાને ૧૯ ડિસેમ્બરે ર્ંૈંઝ્રની બેઠક બોલાવી હતી. આમાં અફઘાનિસ્તાનને માન્યતા અને મદદનો એજન્ડા હતો. બીજી તરફ એ જ દિવસે ભારતમાં ભારત-મધ્ય એશિયા સમિટ પણ યોજાઈ હતી. કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીઓએ હાજરી આપી હતી. અફઘાનિસ્તાન આ સમિટનો એજન્ડા હતો. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે એમ પણ કહ્યું હતું કે ભારત અને મધ્ય એશિયાના પાંચ દેશો અફઘાનિસ્તાનની મદદ કરવા માંગે છે. અફઘાનિસ્તાન સાથે અમારા ગાઢ સાંસ્કૃતિક સંબંધો છે. ગયા મહિને મધ્ય એશિયાના દેશોના દ્ગજીછ પણ દિલ્હી આવ્યા હતા. આ પછી, ભારતે ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે આ દેશોના રાજ્યોના વડાઓને આમંત્રણ આપ્યું. હવે ભારત-મધ્ય એશિયા સમિટ યોજાઈ છે. એકંદરે, ભારતે અફઘાનિસ્તાનમાં તેની ઊંડી ઘૂંસપેંઠ ફરી સ્થાપિત કરી છે. જયશંકર અને અજિત ડોભાલની કૂટનીતિના વખાણ કરવા પડે. આ પાકિસ્તાનની હાર છે. ભારતે ઈમરાન અને વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીની મહેનતને એક જ ઝાટકે નિષ્ફળ બનાવી દીધી.પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં રવિવારે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝ (ર્ંૈંઝ્ર)ના વિદેશ મંત્રીઓની બેઠક મળી હતી. ર્ંૈંઝ્રમાં ૫૭ મુસ્લિમ દેશો સભ્યો છે. ૫૭ નાના દેશોમાંથી માત્ર ૧૬ જ ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. અન્ય દેશોએ રાજદૂતો અથવા નાના અધિકારીઓ મોકલ્યા હતા. રસપ્રદ વાત એ છે કે ર્ંૈંઝ્ર સમિટમાં જવાને બદલે અફઘાનિસ્તાનના પડોશી પાંચ મધ્ય એશિયાઈ દેશોના વિદેશ મંત્રી અફઘાન બેઠક યોજવા દિલ્હી પહોંચ્યા હતા. સોમવારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. હવે પાકિસ્તાની મીડિયાનો એક મોટો વર્ગ આરોપ લગાવી રહ્યો છે કે ભારત ર્ંૈંઝ્ર સમિટમાં નિષ્ફળ રહ્યું છે. જાે કે પાકિસ્તાનનું મુખ્ય મીડિયા સરકાર અથવા સેનાના ડરને કારણે ર્ંૈંઝ્ર પર વધુ માહિતી આપવાનું ટાળી રહ્યું છે, પરંતુ સોશિયલ મીડિયા પર હાજર પત્રકારો સમિટની સફળતા પર જાેરદાર સવાલ ઉઠાવી રહ્યા છે. કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન. આ તમામ દેશો ર્ંૈંઝ્રના સભ્ય છે. તેમણે પાકિસ્તાનમાં સમિટમાં જવાને બદલે દિલ્હીમાં ભારત-મધ્ય એશિયા સમિટને પ્રાધાન્ય આપ્યું હતું. પાકિસ્તાની મીડિયા આ અંગે સવાલો ઉઠાવી રહ્યું છે.