Delhi

કેન્દ્રિયમંત્રી સ્મૃતિ ઈરાનીના જન્મદિવસે તેમના વિશે જાણીએ

નવીદિલ્હી
સ્મૃતિ ઈરાનીનો જન્મ ૨૩ માર્ચ ૧૯૭૬માં રાષ્ટ્રની રાજધાની દિલ્લીમાં થયો હતો. મોદી સરકારમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના કેરિયરની શરૂઆત ્‌ફ જગતથી કરી હતી. સ્મૃતિ ઈરાનીએ ૨૦૦૩માં રાજનીતીમાં પોતાની કિસ્મત અજમાવી હતી. ‘ક્યું કી શાસ ભી કભી બહુંથી’ નામની ્‌ફ સીરીયલથી ઘર-ઘર સુધી પોતાની ઓળખ બનાવનારી એક્ટ્રેસ સ્મૃતિ ઈરાનીએ લોકપ્રિય ્‌ફ સીરીયલ ‘આતિશ’થી ડેબ્યુ કર્યું હતું. આ સીરિયલ પછી સ્મૃતિ ઈરાની ‘હમ હૈ કલ આજ ઓર કલ’, કવિતા નામની સીરીયલમાં જાેવા મળી. આજે સ્મૃતિ ઈરાનીનો જન્મ દિવસ છે જેથી રાજનીતી અને મનોરંજનના દિગ્ગજ લોકો તેમને સોશિયલ મીડિયા પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે. સ્મૃતિ ઈરાની ફેમિના મીસ ઈન્ડિયાની રનરઅપ પણ રહી ચુકી છે. સ્મૃતિ ઈરાનીએ ૧૨માં ધોરણ સુધીનું ભણતર હોલી ચાઈલ્ડ ઓક્જિલિયમ શાળાથી કર્યું. સ્કૂલ ઓફ ઓપનલર્નિગ દિલ્લી વિશ્વવિધ્યાલયથી પત્રકારની ડિગ્રી પ્રાપ્ત કરી. સ્મૃતિ ઈરાનીના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળ હતી જેના કારણે સ્મૃતિ ઈરાનીએ થોડા સમય સુધી એક હોટલમાં વેટ્રેસ તરીકે પણ કામ કર્યું હતું. આ દરમિયા કોઈએ તેમને મોડલ બનવાની સલાહ આપી ત્યાર બાદ તે પોતાનું કેરિયર બનાવવા માટે દિલ્લીથી મુંબઈ ગયા હતા. ૧૯૯૮માં તેમણે મીસ ઈન્ડિયા પેજેન્ટમાં ભાગ લીધો અને કોન્ટેસ્ટની ફાઈનલલીસ્ટ પણ રહ્યા. આ સમય દરમિયાન સ્મૃતિ ઈરાનીને મિક્કા સિંહના મ્યુઝિક આલ્બમ ‘સાવન મેં લગ ગઈ આગ’ ના ‘બોલિયા’ ગીતમાં જવાની તક મળી. એક તરફ ‘ક્યોં કી શાસ ભી કભી બહું’થી સીરીયલથી સ્મૃતિ ઈરાનીને લોક પ્રિયતા પ્રાપ્ત થઈ હતી ત્યારે બીજી તરફ રાજનીતીનો રસ્તો તેમની રાહ જાેઈને ઉભો હતો. સ્મૃતિ ઈરાની ૨૦૦૩માં ભાજપ પાર્ટીમાં જાેડાયા. ૨૦૦૪માં પાર્ટીએ તેમને મહારાષ્ટ્રના યૂથ વિંગના વાઈસ પ્રેસિડન્ટ બનાવ્યા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તેમને કોંગ્રેસના ગઢ અમેઠીથી ટીકીટ મળી. રાહુલ ગાંધીને અમેઠીમાંથી હરાવી તેઓ સાંસદ બન્યા. સ્મૃતિ ઈરાની સોશિયલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ રહે છે. ગયા વર્ષે યોગ અને એક્સરસાઈઝ કરીને તેમને વજન ઘટાડ્યું હતું. પોતાને વજન ઘટાડતા તેમના ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમને પોતાના ટ્રાંસફોર્મેશનના પણ અમુક ફોટોઝ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જે જાેઈને યુઝર્સના હોશ ઉડી ગયા હતા.

Smruti-Irani.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *