ન્યુદિલ્હી
ભારતમાં છેલ્લા ૨ મહિનાથી કોરોનાની ત્રીજી લહેર ચરમસીમા પર છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. તેની વચ્ચે નિષ્ણાંતોએ સલાહ આપી છે કે સંક્રમણની ત્રીજી લહેર માર્ચ સુધી ખત્મ થવાની સંભાવના છે. જ્યારે મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.દેશમાં સક્રિય કેસ ઘટીને ૧૪.૩૫ લાખ થઈ ગયા છે. ૈંઝ્રસ્ઇના એક અધિકારી મુજબ દેશના ઘણા ભાગમાં આ મહિનાના અંત સુધી ત્રીજી લહેર ઓછી થવાની સંભાવના છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં સામે આવનારા નવા કેસોની સંખ્યા આ મહિનાના અંત સુધી ઘટશે. તેની વચ્ચે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ શુક્રવારે કહ્યું કે માર્ચના બીજા અને ત્રીજા અઠવાડિયા સુધી મહામારીની ત્રીજી લહેર ખત્મ થઈ શકે છે. અધિકારીએ દૈનિક કેસના આંકડાનો હવાલો આપતા કહ્યું કે મુંબઈ, પૂણે, થાણે અને રાયગઢ જેવા મુખ્ય શહેરોમાં સંક્રમણ ઘટી રહ્યું છે. મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપએ કહ્યું કે સરકાર વધારે પ્રતિબંધ નહીં લગાવે. આગામી દિવસોમાં તેને ધીરે-ધીરે ઓછા કરશે. બે દિવસ પહેલા રાજ્ય મંત્રીમંડળની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલા પ્રતિબંધો પર ચર્ચા કરી. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫,૨૫૨ નવા કેસ સામે આવ્યા. ત્યારે ૭૫ લોકોએ આ સંક્રમણના કારણે પોતાના જીવ પણ ગુમાવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યમાં ગુરૂવારે ઓમિક્રોન વેરિએન્ટનો એક પણ નવો કેસ નોંધાયો નથી. અત્યાર સુધી રાજ્યમાં કુલ ૩,૩૩૪ ઓમિક્રોનના કેસ સામે આવી ચૂક્યા છે. તાજા આંકડા સામે આવ્યા બાદ હવે રાજ્યમાં કુલ ૭૭,૬૮,૮૦૦ કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે અને ૧,૪૨,૮૫૯ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. તે સિવાય રાજેશ ટોપેએ ૧૨-૧૫ વર્ષના બાળકોના રસીકરણ શરૂ કરવા માટે પણ ભાર મુક્યો છે. તેમને કહ્યું કેન્દ્રને ૧૨-૧૫ વર્ષના બાળકો માટે રસીકરણની પ્રક્રિયા શરૂ કરવી જાેઈએ.
