નવીદિલ્હી
એશિયા કપ ૨૦૨૨માં ભારતે જીત સાથે શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ હાઈ વોલ્ટેજ મેચમાં પાકિસ્તાનને ૫ વિકેટે કચડી નાખ્યુ છે. આ જીત સાથે ભારતે એશિયા કપમાં ૯મી વખત પાકિસ્તાનને હરાવ્યુ છે. આ સાથે તેણે ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત કરી છે. ભારતની આ શાનદાર જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટિ્વટ કર્યુ, ‘એશિયા કપ ૨૦૨૨માં આજની મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર ઓલરાઉન્ડર રમતનુ પ્રદર્શન કર્યુ. ટીમે શાનદાર કૌશલ્ય અને ધૈર્ય દર્શાવીને જીત મેળવી છે. ભારતને અભિનંદન.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરીને હ્યું છે કે, ‘હુર્રે! આપણે જીતી ગયા છીએ. ટીમ ઈન્ડિયાને જીત પર અભિનંદન. આ અદ્ભુત પ્રદર્શન માટે મેન ઇન બ્લુને ખૂબ ખૂબ અભિનંદન. જય હિંદ!’ ભારતની જીત પર ઘણા પૂર્વ ક્રિકેટરોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. પૂર્વ ભારતીય બોલર ઈરફાન પઠાણે કહ્યુ છે કે હાર પછી મળેલી જીતની મઝા બમણી હોય છે. તમને જણાવી દઈએ કે આ મેચ પહેલા ભારત અને પાકિસ્તાન ગયા વર્ષે ્૨૦ વર્લ્ડ કપમાં આમને-સામને હતા. તે મેચમાં પાકિસ્તાને ભારતને હરાવી જૂનો રેકોર્ડ તોડ્યો હતો. વીરેન્દ્ર સેહવાગે કહ્યુ, ‘વાહ વાહ વાહ! શાનદરા હાર્દિક પંડ્યા. હું બધુ જ કરીશ. ભુવીનુ શાનદાર પ્રદર્શન, જડ્ડુ અને કોહલીનો પણ સારો હાથ. લાંબા સમય પછી ઈંૈંદ્ગડ્ઢદૃજઁછદ્ભ ની આવી રોમાંચક મેચ જાેઈને આનંદ થયો. મસ્ત મઝા આવી ગઈ.’ વળી, સચિન તેંડુલકરે ટ્વીટ કર્યુ, ‘બંને ટીમના ફાસ્ટ બોલરોએ દબાણમાં શાનદાર પ્રદર્શન કર્યુ. આપણને અંત સુધી લઈ જવામાં હાર્દિકની મહત્વની ઈનિંગ્સ સૌથી મહત્વપૂર્ણ હતી. જાડેજા અને વિરાટ પણ સારુ રમ્યા.’


