નવીદિલ્હી
ઉત્તર પ્રદેશના પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને કહ્યું કે, ઉત્તર પ્રદેશના તમામ આદરણીય મતદારો અને સમગ્ર રાજ્યના લોકોનો આભાર. યુપીમાં બુલડોઝર, માફિયાઓ અને ગુનેગારોને જડમૂળથી ઉખેડી નાખવાનું પ્રતીક બની ગયું છે. તેમણે કહ્યું કે, આ જીત સાથે અમે યુપીમાં પી.એમ. મોદીની કલ્યાણકારી યોજનાઓના ઝડપી અમલીકરણમાં આગળ વધીશું. કાર્યકર્તાઓની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, આ રાજ્યોમાં મળેલી ઐતિહાસિક જીતમાં પાર્ટી કાર્યકર્તાઓની મહેનત સામેલ છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અનુરાગ ઠાકુરે ફરી એકવાર પોતાની લીડરશીપ ક્વોલિટી સાબિત કરી છે. ચૂંટણી સંચાલનમાં અનુરાગ ઠાકુરની કુશળતા જાેઈને ભાજપ સંગઠને તેમને ૨૦૨૨ની યુપી વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કર્યા. આ પછી અનુરાગ ઠાકુરે આ જવાબદારી સારી રીતે નિભાવતા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની જેમ ખાસ કરીને યુપીમાં જાેરદાર પ્રવાસ કર્યો અને મતદારો તેમજ કાર્યકરો સુધી તેમની વાત પહોંચાડવાનું કામ કર્યું. આ સાથે જ તેમણે વિપક્ષ ખાસ કરીને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું અને ભાજપની તરફેણમાં વાતાવરણ ઊભું કર્યું. આનાથી ઉત્તર પ્રદેશમાં ભાજપની તરફેણમાં વાતાવરણ બનાવવામાં મદદ મળી. આ પછી જનતાએ તેમનો જનાદેશ આપ્યો અને સંપૂર્ણ બહુમતી કરતા વધુ બેઠકો આપીને પાર્ટીને ફરીથી સિંહાસન પર લાવી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની રાજકીય સફરની વાત કરીએ તો તેમને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમના પિતા પ્રેમ કુમાર ધૂમલ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અનુરાગ ઠાકુરે સૌથી પહેલા વર્ષ ૨૦૦૮માં પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ હમીરપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને સંસદમાં પહોંચ્યા હતા. આ પછી અનુરાગ ઠાકુરે ૨૦૦૯ અને ૨૦૧૪માં પણ હમીરપુર લોકસભા સીટ જીતી હતી. તેઓ ૨૦૧૯ સામાન્ય ચૂંટણીમાં પણ આ બેઠક પરથી જીત્યા હતા. હાલમાં અનુરાગ ઠાકુર રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીનો હોદ્દો સંભાળી રહ્યા છે. આ સાથે તેમની પાસે માહિતી અને પ્રસારણ મંત્રાલયની જવાબદારી પણ છે. અનુરાગ ઠાકુરના નામે ઘણી સિદ્ધિઓ નોંધાયેલી છે. તેમને ૨૦ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ સંસદ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આટલું જ નહીં અનુરાગ ૨૫ વર્ષની ઉંમરમાં હિમાચલ પ્રદેશ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના સૌથી યુવા પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ૨૦૦૧માં ૨૬ વર્ષની વયે ભારતીય જુનિયર ક્રિકેટ ટીમોની પસંદગી કરનાર સૌથી યુવા રાષ્ટ્રીય પસંદગીકાર તરીકેનું ગૌરવ પણ તે ધરાવે છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશ રાઈફલ એસોસિએશનના પ્રમુખ, હિમાચલ પ્રદેશ ઓલિમ્પિક એસોસિએશનના જનરલ સેક્રેટરી, હોકી હિમાચલ પ્રદેશના જનરલ સેક્રેટરી, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના કાર્યકારી સભ્ય પણ હતા. ૨૨ મે ૨૦૧૬ના રોજ તેઓ મ્ઝ્રઝ્રૈંના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. અનુરાગ ઠાકુર ૩૪મા અને બીજા સૌથી યુવા પ્રમુખ છે. આ પહેલાં ૧૯૬૩માં ફતેહ સિંહ ગાયકવાડે ૩૩ વર્ષની વયે આ પદ સંભાળ્યું હતું. અનુરાગ ઠાકુર પણ હવે સેનામાં લેફ્ટનન્ટ બની ગયા છે.ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને આજે કોઈ પરિચયની જરૂર નથી. અનુરાગ ઠાકુરે રાજ્યથી લઈને કેન્દ્ર સુધી પોતાના કામથી એક અલગ ઓળખ બનાવી છે. જે રીતે ભાજપ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં પૂર્ણ બહુમતીથી આગળ નીકળીને ઐતિહાસિક જીત તરફ આગળ વધ્યું છે. આ પછી અનુરાગ ઠાકુરનો ઉલ્લેખ અનિવાર્ય બની જાય છે.
