Delhi

કેન્દ્ર સરકાર ત્રણ મહિના સુધી વન રેન્ક, વન પેન્શનમાં બાકી નાણા ચુકવી શકશે નહીં

નવીદિલ્હી
કેન્દ્ર સરાકરે સશસ્ત્ર દળોના તમામ યોગ્ય પેન્શનધારકોને વન રેન્ક-વન પેન્શન યોજનાના બાકી રુપિયાની ચુકવણી માટે ૧૫ માર્ચ ૨૦૨૩ સુધીનો સમય વધારવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. જૂનમાં પહેલી વાર સુપ્રીમ કોર્ટમાં ગણતરી કરવા અને ચુકવણી કરવા માટે ત્રણ મહિનાની સમય માગ્યા બાદ કેન્દ્ર તરફથી બાકીની રકમ ચુકવણી માટે બીજી વાર વધારાના સમયની માગ કરી છે. સુપ્રીમ કોર્ટે ૧૬ માર્ચે કેન્દ્ર દ્વારા અપનાવવામાં આવેલા ઓઆરઓપી સિદ્ધાંતને ચાલુ રાખતા કહ્યું હતું કે, આ કોઈ પણ સંવૈધાનિક કમીથી ગ્રસ્ત નથી અને ન તો મનમાની છે. કોર્ટે સરકારને ત્રણ મહિનાની અંદર બાકીનું ચુકવણું કરી દેવા કહ્યું હતું. કેન્દ્ર સરકારે પોતાની નવી અરજીમાં કહ્યું કે, રક્ષા લેખા મહાનિયંત્રક કાર્યાલયથી રક્ષા મંત્રાલયના પૂર્વસૈનિક કલ્યાણ વિભાગે માર્ચ ૨૦૨૨માં પેન્શનના આગામી સંશોધન માટે સારિણી તૈયાર કરવા માટે કહ્યું હતું. વડી અદાલતે ૧૬ માર્ચ ૨૦૨૨ના ર્નિણયને તાત્કાલિક બાદ આ પગલું ઉઠાવ્યું હતું. કેન્દ્રએ અરજીમાં કહ્યું કે, સીજીડીએ કાર્યાલયે અમુક મુદ્દા ઉઠાવવા પર વિભાગ પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું હતું. તેણે કહ્યું કે, વિભાગ તરફથી એપ્રિલ ૨૦૨૨માં જરુરી સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવશે. કેન્દ્રએ કહ્યું કે, બંને હિતધારક વિભાગ પાસેથી મળેલી ટિપ્પણીને સામેલ કરતા એક અંતિમ કેબિનેટ નોટ તૈયાર કરી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહ્યું કે, મંત્રીમંડળની મંજૂરી બાદ સીજીડીએ દ્વારા અલગ પ્રકારની પેન્શન સારિણી તૈયાર કરવાની જરુર હોય છે. આ પ્રક્રિયામાં ઘણો સમય લાગી શકે છે અને તે ૧૫ માર્ચ ૨૦૨૩ સુધી વધારવાની જરુર છે. હવે જાેવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ કેટલો સમય આપે છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *