નવીદિલ્હી
શિરોમણી અકાલી દળ (એસએડી)ની સાંસદ હરસિમરત કૌર બાદલે લોકસભામાં નશાના મુદ્દા પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર ભારે પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું કે અમારા રાજય પંજાબના મુખ્યમંત્રી કેટલાક મહીના પહેલા ગૃહમાં બેસતા હતાં તેમણે કહ્યું કે જે વ્યક્તિ સંસદમાં શરાબના નશામાં આવતા હતાં તેઓ જ હવે રાજય ચલાવી રહ્યાં છે. બાદલે કહ્યું કે જાે મુખ્યમંત્રી આવા છે તો તમે અંદાજ લગાવી શકો છો કે રાજયની સ્થિતિ શું ખશે આપણને માર્ગો પર ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઇવ લખેલું મળે છે પરંતુ તે રાજય ચલાવી રહ્યાં છે આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હસતા જાેવા મળ્યા હતાં. તેમણે કહ્યું કે તે ખબર નહીં શું ખાઇ પીને આવતા હતાં કે આજથી ૮-૧૦ મહીના પહેલા જે સભ્ય તેમની પાસે બેસતા હતાં તે પોતાની બેઠક બદલવાની વિનંતી કરતા હતાં તેમની બાજુના સાંસદ કહેતા હતાં કે અમારી બેઠક બદલી નાખો.લોક જઇ તેમને સૂંધતા હતાં આ છે અમારા પરિવર્તનવાળા મુખ્યમંત્રી તે અમારા પરિવર્તનના મુખ્યમંત્રી બનીને ફરે છે તેમના ઉપર જ બે સુપર મુખ્યમંત્રી બેઠેલા છે.તેમણે કહ્યું કે અધ્યક્ષ સાહેબ તે સંસદમાં સવારે ૧૧ વાગે શરાબ પી આવતા હતાં. શિરોમણી અકાલી દળના નેતાએ કહ્યું કે જયારે ભગવંત માન સાંસદ હતાં તો તેમણે સંસદની વીડિયોગ્રાફી ફરી સોશલ મીડિયા પર અપલોડ કરી દીધી હતી જેનાથી સંસદની સુરક્ષાની સાથે સમજૂતિ થઇ ગઇ હતી. તેમણે કહ્યું કે તેના માટે તેમને સંસદના એક આખા સત્ર માટે બરતરફ કરી દેવામાં આવ્યા હતાં અને તેની તપાસ માટે સ્પીકરે સમિતી પણ બનાવી હતી.