Delhi

ત્રીજી લહેરમાં બે મહિનામાં કોરોનાનું જાેખમ વધશે

નવીદિલ્હી
અગાઉથી લાગુ કરાયેલા કોરોના નિયંત્રણોની સમય મર્યાદા આજે (૭ જાન્યુઆરી ૨૦૨૨) પૂર્ણ થાય છે. જેના પગલે સરકાર આજ સાંજ સુધીમાં નવી ગાઈડલાઈન જાહેર કરશે. નવી ગાઈડલાઈનમાં માસ્ક ફરજિયાત પહેરવા પર ભાર મુકાશે. માસ્ક ન પહેરવા પર દંડની જાેગવાઈનો કડક અમલ કરાશે. હોટલ, રેસ્ટોરન્ટ, જિમ કાર્યરત રહેશે પણ તેમાં ક્ષમતા અંગે ર્નિણય લેવાઈ શકે છે. સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડામાં પણ છુટછાટ ઘટી શકે છે. હાલ ૪૦૦ લોકોની છૂટ છે તેને સરકાર ઘટાડી શકે છે. રાત્રિ કરફ્યૂના સમયમાં પણ ફેરફાર થઈ શકે છે. રાત્રે ૧૦ વાગ્યાથી કર્ફ્‌યૂ (ઝ્રેકિીુ) અમલી બની શકે છે.રાજ્યમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને માથું ઉચક્યું છે. ડેલ્ટા કરતા વધુ ઝડપથી ઓમિક્રોન ફેલાવવાનો શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ૩૭ દિવસમાં સત્તાવાર રીતે ભલે ઓમિક્રોનના ૨૦૧ જ કેસ નોંધાયા હોય પણ નવા વેરિઅન્ટના કોમ્યુનિટી સ્પ્રેડનો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. આફ્રિકાથી આવેલા ઓમિક્રોને પહેલાથી જ અહીં ફેલાયેલા ડેલ્ટા વેરિઅન્ટને પાછળ ધકેલ્યો છે. જાે ત્રીજી લહેરમાં ઓમિક્રોન અને ડેલ્ટા સહિતના વેરિઅન્ટમાં મ્યુટેશન થયું તો આગામી દોઢ-બે મહિના કોરોનાનું જાેખમ વધશે એમ નિશ્ચિત મનાય છે. તજજ્ઞોના પ્રારંભિક અભ્યાસમાં સામે આવ્યું છે કે જિનોમ સિકવન્સિંગમાં ડેલ્ટા વેરિઅન્ટનું પ્રમાણ ૬૯ ટકાથી ઘટીને ૪૭ ટકા થઈ ગયું હતું. જ્યારે ઓમિક્રોનનું પ્રમાણ ૧૨ ટકાથી વધીને ૪૮ ટકાને પાર કરી ગયું છે. રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ ૧ ડિસેમ્બરે નોંધાયો હતો. જેના ૨૧ દિવસ પછી ડિસેમ્બરના ત્રીજા સપ્તાહે ડેલ્ટા કરતા ઓમિક્રોન આગળ વધ્યાનું સ્પષ્ટ થયું છે. આથી તજજ્ઞોએ આ નવો વેરિઅન્ટ પણ જેમણે દેશ કે રાજ્ય બહાર પ્રવાસ કર્યો નથી અને કોઈ વિદેશ પ્રવાસીના સંપર્કમાં આવ્યા નથી તેવા સામાન્ય નાગરીકોમાં ફરી વળ્યાનું તારણ બાંધ્યું છે.

CORONA.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *