Delhi

દેશભરમાં કોરોના હોસ્પિટલમાં ૨૭ ડિસેમ્બરે મોક ડ્રીલ યોજાશે ઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય

નવીદિલ્હી
કેન્દ્ર સરકારે વૈશ્વિક સ્તર પર વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણને જાેતા શનિવારે એક મોટો ર્નિણય લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ચીન, જાપાન, હોંગકોંગ, બેંકોક અને દક્ષિણ કોરિયાથી ભારતમાં આવતા મુસાફરોને ફરજિયાત ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરાવાનો રહેશે. જાે આ દેશોમાંથી આવતા કોઈ મુસાફરમાં કોવિડ-૧૯ના લક્ષણો જાેવા મળે અથવા તેમના રિપોર્ટ પોઝિટિવ આવે તો, તેમને કોરન્ટાઈન કરવામાં આવશે. મનસુખ માંડવિયાએ કહ્યું કે, અમે તેને લાગૂ કરવા માટે નાગર વિમાનન મંત્રાલય સાથે વાત કરી છે. ટૂંક સમયમાં વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ફરીથી એર સુવિધા ફોર્મ ભરવાનું ફરજિયાત કર્યું છે. તેમને આ ફોર્મ ભરીને પોતાની સ્વાસ્થ્ય સ્થિતી વિશે જાણકારી આપવાની રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીન અને અન્ય દેશોમાં કોવિડ-૧૯ના કેસોમાં વધારાને જાેતા ગુરુવારે લાપરવાહી પ્રત્યે સચેત કરતા આકરી દેખરેખ રાખવાની સલાહ આપી છે. તેમણે નિર્દેશ આપ્યા છે કે, હાલમાં દેખરેખના ઉપાયો, વિશેષ કરીને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લાગૂ ઉપાયોને મજબૂત કરવા માટે હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પહેલા જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને કહ્યું કે, તે શનિવારે દરેક આંતરરાષ્ટ્રીય ઉડાનથી ભારત આવતા મુસાફરોમાંથી ૨ ટકા રેન્ડમ સેમ્પલિંગ લઈ શકે. જેનાથી દેશમાં કોરોના વાયરસના કોઈ પણ નવા સ્વરુપની એન્ટ્રીના ખતરાને ટાળી શકાય. ચીન સહિત દુનિયાના કેટલાય અન્ય દેશોમાં કોરોનાની નવી લહેરને જાેતા ૨૭ ડિસેમ્બરે દેશની તમામ કોરોના હો્‌સ્પિટલમાં અને તેની સાથે જાેડાયેલ એકમોમાં મોક ડ્રીલ યોજાશે. આ મોક ડ્રીલનો ઉદ્દેશ્ય કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા તમામ ઉપકરણો સહિત અન્ય સુવિધાઓની તૈયારીઓ ચકાસવામાં આવશે. આ જાેવામાં આવશે કે, ગત વર્ષ સુધી કોરોના વિરુદ્ધની લડાઈમાં જે ઢાંચો ઊભો કર્યો હતો, તે કોઈ પણ ઈમરજન્સી સ્થિતીમાં કામ કરવા માટે તૈયાર છે કે નહીં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓની સાથે થયેલી બેઠકમાં આ ર્નિણય લીધો હતો.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *