Delhi

પુલવામા આતંકી હુમલાનો જશ્ન મનાવનાર વિદ્યાર્થીને કોર્ટે ફટકારી ૫ વર્ષની સજા

નવીદિલ્હી
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા પર કથિત રીતે વખાણતા અને શહીદોની શહીદી પર ખુશી વ્યક્ત કરનારા વિદ્યાર્થીઓને કોર્ટે મોટી સજા ફટકારી છે. બેંગલુરુની એક સ્પેશિયલ કોર્ટે સોમવારે ૨૩ વર્ષિય એન્જીનિયરીંગના વિદ્યાર્થીને ફેસબુક પર ૨૦૧૯ના પુલવામા હુમલાનો જશ્ન મનાવવા બદલ દોષિત ઠેરવ્યો છે અને તેને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ઉપરાંત પાંચ વર્ષની સાધારણ કેદની સજા ફટકારી છે. ટાઈમ્સ ઓફ ઈંડિયાના બહાર પાડેલા એક રિપોર્ટ અનુસાર જાે જાણીએ તો, એનઆઈએ એટલે કે, રાષ્ટ્રીય તપાસ એજન્સી અને યૂએપીએ એટલે કે, ગેરકાનૂની ગતિવિધિ(રોકથામ) અધિનિયમ માટે એક સ્પેશિયલ કોર્ટના જજ ગંગાધરે કહ્યું કે, જાે પુલવામા અટેકનો જશ્ન મનાવવાનો દોષિત દંડ ભરવામાં નિષ્ફળ રહે તો બેંગલુરુની કચરકનહલ્લીના નિવાસી ફૈઝ રશીદને છ મહિનાની વધારે સજા થશે. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા સ્પેશિયલ લોક અભિયોજક જીએન અરુણે જણાવ્યું છે કે, સ્પેશિયલ કોર્ટે દોષિત રશીદને આઈપીસીની કલમ ૧૫૩ એ અને ૨૦૧ તથા યૂએપીએની કલમ ૧૩ અંતર્ગત દોષિત ઠેરવ્યો છે. આરોપીના સારા વ્યવહારના આધાર પર છુટ્ટા કરવાના વિચાર પર ઈન્કાર કરતા સ્પેશિયલ કોર્ટના જજે કહ્યું કે, આરોપી કોઈ અભણ અથવા સામાન્ય વ્યક્તિ નથી. ગુનો કરતી વખતે તે એન્જીનિયરીંગનો સ્ટૂડન્ટ્‌સ હતો. તેણે જાણી જાેઈને ફેસબુક અકાઉન્ટ પર પુલવામા અટેકને લઈને પોસ્ટ કરી. તેણે પુલવામા અટેકના મહાન શહીદોના મોત પર ખુશી વ્યક્ત કરી હતી. એટલા માટે આરોપી દ્વારા કરવામાં આવેલા અપરાધ આ મહાન રાષ્ટ્રની વિરુદ્ધ અને પ્રકૃતિમાં જઘન્ય છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *