નવીદિલ્હી
મેટાએ સંધ્યા દેવનાથનનીમેટા ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરી છે. તે ૧ જાન્યુઆરી, ૨૦૨૩થી આ પદ સંભાળશે અને મેટા છઁછઝ્રના ડૈન નેરીને રિપોર્ટ કરશે. ૧૯૯૮માં આંધ્ર યુનિવર્સિટીથી એન્જિનિયરિંગની અભ્યાસ પૂર્ણ કર્યા પછી સંધ્યા દેવનાથન ને દિલ્હી યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યુ હતુ. તે ૨૦૧૪માં ઓક્સફોર્ડ યુનિવર્સિટી ના લીડરશિપના કોર્સ માટે બિઝનેસ સ્કૂલમાં પણ ગયા હતા. સંધ્યા દેવનાથન સંગઠન અને સ્ટ્રેટેજીની ધુરા સંભાળશે. તે મેટાના ભારતમાં બિઝનેસમાં લાંબા ગાળાની વૃદ્ધિના હેતુથી પાર્ટનર્સ અને કસ્ટમરની મદદ કરવા પર ધ્યાન આપશે. તેમની અગ્રતાઓમાં બિઝનેસ અને રેવન્યુ પણ સામેલ રહેશે. તે ભારતમાં અગ્રણી બ્રાન્ડ્સ, જાહેરાતો, ક્રીએટર્સ અને કલાકારો સાથે વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી ભારતમાંથી કંપનીને થતી આવકમાં વધારો થઈ શકે. આમ સંધ્યા દેવનાથન પાસે બેંકિંગ, પેમેન્ટ અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં બે દાયકાથી વધુ અનુભવ અને આંતરરાષ્ટ્રીય કારકિર્દી છે. તે ૨૦૧૬માં ઇન્ડસ્ટ્રીની દિગ્ગજ કંપની મેટામાં જાેડાયા હતા. સંધ્યા દેવનાથન કે સિંગાપોર અને વિયેતનામમાં કંપનીના બિઝનેસીસ અને દક્ષિણ પૂર્વ એશિયાની ઇ-કોમર્સ ઇનિશિયેટિવના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી ચૂક્યા છે. દેવનાથને છઁછઝ્ર માટે કંપની ગેમિંગ વર્ટિકલનું નેતૃત્વ કર્યુ છે, જે ગ્લોબલ લેવલ પર સૌથી મોટું મેટા વર્ટિકલ છે. તેણી મહિલા એટએપીએસી માટે એક કાર્યકારી પ્રાયોજક (એક્ઝિક્યુટિવ સ્પોન્સર) પણ છે અને ગેમિંગ ઇન્ડસ્ટ્રી પ્લે ફોરવર્ડની ગ્લોબલ લીડનું પણ કામ સંભાળી રહી છે. વધુમાં, તે પેપર ફાઈનેન્સિયલ સર્વિસીઝ (પીપર ફાઈનાન્સિયલ સર્વિસીસ)ના વૈશ્વિક બોર્ડમાં પણ છે. સંધ્યા દેવનાથનની નિમણૂક પર મેટાના મુખ્ય વ્યવસાય અધિકારી મારને લેવિન કહે છે, “સંધ્યાના પાસ બિઝનેસમાં વધારો કરવાની અસાધારણ અને સમાવેશક ટીમો બનાવવાની, પ્રોડક્ટમાં નવી ચીજાે જાેડવાનો અને મજબૂત ભાગીદારી રચવાનો એક પ્રૂવન ટ્રેક રેકોર્ડ છે.