નવીદિલ્હી
રાજ્યસભામાં પહેલીવાર ભાજપે સદસ્યતામાં ૧૦૦થી વધુનો આંકડો પાર કરી લીધો છે. આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર ભાજપ ૧૯૮૮ બાદ પહેલી પાર્ટી બની ગઇ છે. ગુરૂવારે સંસદના ઉપલા સદનની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ ભાજપના રાજ્યસભાના સાંસદોની સંખ્યા હવે ૧૦૧ થઇ ગઇ છે. ભાજપે આ ઉપલબ્ધિ ૧૩માંથી ચાર સીટો જીતીને કરી, જેથી મતદાન થયું. ભાજપની ગઠબંધન સહયોગી યૂનાઇટેડ પીપુલ્સ પાર્તી લિબરલે અસમથી એક રાજ્યસભા સીટ જીતી. ભાજપે ત્રણ પૂર્વોત્તર રાજ્યો અસમ, ત્રિપુરા અને નાગાલેન્ડથી રાજ્યસભાની ચાર સીટો પર જીત પ્રાપ્ત કરી. ભાજપે આ વિસ્તારમાંથી રાજ્યસભામાં પોતાના સભ્યોની સંખ્યા પણ વધારી દીધી. અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ટ્વીટ કર્યું ‘અસમે એનડીએએના બે ઉમેદવારોને રાજ્યસભામાં ચૂંટીને પ્રધાનમંત્રી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપના પબિત્ર માર્ગેરિટા ૧૧ વોટો થી જીત્યા અને યૂપીપીએલના રવંગવરા નારેબાજીથી નવ વોત જીત્યા. વિજેતાને મારી શુભેચ્છા. રાજ્યસભામાં ભાજપના ૧૦૦નો આંકડો પાર કરવા સાથે જ વિપક્ષને આ વર્ષે ઓગસ્ટમાં યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની દોડમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. અસમની બે રાજ્યસ ભા સીટો અને ત્રિપુરાની એક સીટ માટે ગુરૂવારે મતદાન થયું. ભાજપના ઉમેદવાર અને તેમની મહિલા શાખાના રાજ્ય અધ્યક્ષ એસ ફાંગનોન કોન્યાકને નાગાલેંડની એકમાત્ર રાજ્યસભા સીટ માટે નિર્વિરોધ ચૂંટવામાં આવ્યા, જેથી તે સંસદ ઉપલા સદનમાં સીટ પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા બની છે. અસમમાં કોંગ્રેસના રિપુન બોરા અને રાની નારાના રાજ્ય સભાનો કાર્યકાળ બે એપ્રિલના રોજ પુરો થાય છે. પંજાબ વિધાનસભા ચૂંટણી બાદ આપે રાજ્યની તમામ પાંચ સીટો પર જીત પ્રાપ્ત કરી. હવે આપની સંખ્યા રાજ્યસભામાં આઠ સીટો સુધી પહોંચી ગઇ છે. રાજ્યસભાની ચૂંટણી તાજેતરમાં કોંગ્રેસની તાકાત પાંચ સીટોથી ઓછી થઇ ગઇ છે.