નવીદિલ્હી
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જાેવા મળી રહ્યું છે કે કોઈનું લગ્ન છે જેમાં દુલ્હા અને દુલ્હન સ્ટેજ પર બેઠા છે. સામે ડીજે ફ્લોર પર લોકો ડાન્સની મજા માણી રહ્યા છે. અચાનક એવી ઘટના ઘટી કે લોકો પરસ્પર ઝઘડી પડ્યા. વાત જાણે એમ હતી કે બધાને નાચતા જાેઈને એક કપલ પણ ડાન્સ કરવા માટે ફ્લોર પર આવ્યું. એક વ્યક્તિ મહિલાને લઈને ડાન્સ કરવા માટે ફ્લોર પર આવ્યો અને ડાન્સ કરવા લાગ્યા ત્યારે ફ્લોર પર ડાન્સ કરતા અન્ય એક યુવકને કદાચ તે મહિલા સાથે ડાન્સ કરવાની ઈચ્છા થઈ ગઈ અને ત્યારબાદ તો મહિલા સાથે ફ્લોર પર આવેલા વ્યક્તિ સાથે બાથમબાથી કરવા લાગ્યો. વાતાવરણ એકદમ તંગ થઈ ગયું. જે વીડિયો યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં ૨.૨ મિલિયનથી વધુ વાર જાેવાયો છે. આનંદનો માહોલ ઝઘડામાં ફેરવાઈ જતા વાતાવરણ ભારે થઈ ગયું અને પછી તો ડીજે રોકવામાં આવ્યું. બધા મામલો શાંત કરવામાં લાગી ગયા. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ભારતમાં લગ્ન પ્રસંગે અલગ અલગ સમારોહનું આયોજન થતું હોય છે જેમાં લોકો મન મૂકીને મજા માણે છે. જેમ કે મહેંદી, સંગીત, વગેરે. આવા આયોજનોમાં મજાની સાથે સાથે ક્યારેક ઉપાધિ પણ આવી જતી હોય છે. આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે. એટલે આવા આયોજનોના વીડિયો પણ વાયરલ થઈ જાય છે. જેમાં કેટલાક વીડિયો મજાકીયા તો કેટલાક લડાઈ ઝઘડાના પણ હોય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. કોઈ લગ્ન સમારોહનો આવી વીડિયો છે જેમાં ડીજે ફ્લોર પર ડાન્સ ચાલે છે. બધા મસ્તી કરતા હોય છે અને અચાનક આ મસ્તી ઝઘડામાં ફેરવાઈ જાય છે.