Delhi

વૉઇસ ઓવર આર્ટિસ્ટ કેવિન કૉનરૉય ૬૬ વર્ષની ઉંમરે કેન્સરની સામે હારી ગયાં

નવીદિલ્હી
બેટમેનનું પાત્ર તો સૌ કોઈને યાદ હશે, લગભગ દરેકે આ પાત્રને જાેયુ અને સાંભળ્યુ પણ હશે. બેટમેનનો અવાજ બનીને જેણે બેટમેનમાં પ્રાણ પુરનાર એક્ટર અને વૉઇસ ઓવર આર્ટિસ્ટ કેવિન કૉનરૉય (દ્ભીદૃૈહ ર્ઝ્રહિર્અ)ના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. કેવિનનું નિધન થઈ ગયું છે. એક્ટરે ૬૬ વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા. કેવિન કૉનરૉય લાંબા સમયથી કેન્સર સામે લડાઈ લડી રહ્યા હતાં. પરંતુ આ બીમારી સામે તે હારી ગયા. કેવિન કૉનરૉયના નિઘનની જાણકારી ‘બેટમેનઃ ધ એનિમેટેડ સીરિઝ’થી કામ કરનાર ડાયને પર્સિંગે આપી છે. તેના સિવાય વાર્નર બ્રધર્સ એનિમેશને પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કેવિનના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે પોસ્ટમાં લખ્યુ છે કે, કેવિન એક પરફેક્શનિસ્ટ છે. તે આ ધરતી પર મારો ફેવરેટ માણસ હતો અને હું તેમની સાથે ભાઈની જેમ વાત કરતો હતો. તે પોતાની આજુબાજુના લોકોનું ખૂબ જ ધ્યાન રાખતા હતાં. તે જે પણ કરતા તેમાં સચ્ચાઈ હોતી હતી. જ્યારે પણ હું તેમની સામે જાેતો અને તેમની સાથે વાત કરતો તો મારા અંદર એક અલગ જાેશ ભરાઈ જતો હતો. હોલિવૂડના ઘણા સ્ટાર કેવિનના નિધનની ખબર પર પોતાનો શોક વ્યક્ત કરી રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ તમામ લોકોને ઝટકો લાગ્યો છે. કેવિન કૉનરૉયના કરિયરની વાત કરીએ તો તેમણે પોતાના કરિયરની શરુઆત ૮૦ના દાયકાથી કરી દીધી હતી. તે શરુઆતમાં થિયેટરમાં કામ કરતા હતાં. જ્યાં તેમનો ટેલેન્ટ સામે આવ્યો હતો. ત્યારબાદ ૧૯૯૨માં તેમણે પહેલીવાર બેટમેનનાં પાત્ર માટે અવાજ આપ્યો હતો. બેટમેન અને તેમનો અવાજ ખૂબ જ પ્રખ્યાત થયો હતો. જ્યારબાદ બેટમેનની દરેક સીરિઝ માટે કેવિનને સાઇન કરવામાં આવવા લાગ્યા. કેવિનના અવાજનો જાદૂ તમામ લોકો પર એવી રીતે થયો કે બેટમેનઃ ધ એનિમેટેડ સીરિઝ બાદ તેમણે તમામ લોકોના દિલો-દિમાગમાં પોતાની છાપ છોડી દીધી છે.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *