Delhi

સોશિયલ મિડીયા પર તિરંગાની આરતી ઉતારતી મહિલાનો વિડીયો વાયરલ

નવીદિલ્હી
દેશ આજે પોતાનો ૭૬મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. સરકારના હર ઘર તિરંગા અભિયાન હેઠળ આજે ઘરે ઘરે ત તિરંગો લહેરાઈ રહ્યો છે. લોકોમાં અપાર જુસ્સો જાેવા મળી રહ્યો છે. આખો દેશ રાષ્ટ્રભક્તિમાં તરબતોળ છે. અનેક એવા વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેને જાેઈને તમે ગર્વથી ફુલાઈ જશો. આ બધા વચ્ચે એક એવો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેને જાેઈને તમારી આંખો ભીની થઈ જશે. એક દેશવાસીના મનમાં તિરંગા પ્રત્યે જે માન અને આદરનો ભાવ હોય છે તે શબ્દોમાં વર્ણન કરવો કદાચ અશક્ય છે પરંતુ આ વીડિયો જાેઈને તે તમે ચોક્કસપણે સમજી જશો. આ વીડિયો હાલ તો ૈંછજી અવનીશ શરણે ટિ્‌વટર પર શેર કર્યો છે. અવનીશ અવારનવાર આવા રોચક અને પ્રેરણાદાયી વીડિયો શેર કરતા રહે છે. શું ક્યારેય તમે કોઈને તિરંગાની પૂજા કરતા જાેયા છે? તિરંગાની આરતી ઉતારતા જાેયા છે? આ વીડિયોમાં એક મહિલા આમ કરતી જાેવા મળી રહી છે. અવનીશ શરણે આ વીડિયોને પોસ્ટ કરતા ફક્ત એક જ શબ્દનું કેપ્શન આપ્યું છે પણ આ એક શબ્દમાં ઘણું બધું છૂપાયેલું છે. તેમણે વીડિયોને કેપ્શન આપ્યું છે…ઇ આ અગાઉ અવનીશ શરણે પોતાના ટિ્‌વટર હેન્ડલથી તિરંગાવાળા માસ્ક વેચનારાને ફટકાર લગાવી હતી. તેમણે તિરંગાવાળા માસ્કનો એક ફોટો શેર કરતા લખ્યું હતું કે આવા માસ્ક વેચવા જાેઈએ નહીં કે ખરીદવા જાેઈએ નહીં. આવા માસ્કનો ઉપયોગ પણ ન કરવો જાેઈએ.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *