નવીદિલ્હી
તામિલનાડુના કોઇમ્બતુરમાં ઉક્કડમના પ્રખ્યાત ઇશ્વરન મંદિર પાસે ૨૩ ઓક્ટોબરે થયેલો કાર બ્લાસ્ટ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ૈંજીૈંજીના મોટા કાવતરાનો ભાગ હતો. આ વિસ્ફોટમાં એક ૨૫ વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું પરંતુ તેણે ‘હિંદુઓ પર સૌથી મોટા હુમલા’ની યોજના બનાવી હતી. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે આરોપીઓએ કોઈમ્બતુરમાં છ મંદિરોની રેક કરી હતી. તેમનું આયોજન તે સ્થળો પર હુમલો કરવાનું હતું, જ્યાં મોટી સંખ્યામાં હિંદુ વસ્તી એકત્રિત થાય છે. સૂત્રોએ જણાવ્યું કે તેણે તમામ પ્રકારના વિસ્ફોટકો પર સંશોધન કર્યું હતું અને પોટેશિયમ નાઈટ્રેટ, સલ્ફર અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને કેટલાક વિસ્ફોટકો બનાવ્યા હતા. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓના જણાવ્યા અનુસાર, તેઓએ સંભવિત હુમલાખોરોની એક મોટી ટીમ બનાવી હતી અને તે વિવિધ વિસ્ફોટકોના મિશ્રણની અસરોનો પણ અભ્યાસ કરી રહ્યા હતા. હવે એજન્સીઓ તપાસ કરી રહી છે કે તેમની યોજના કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ અથવા નેતાને નિશાન બનાવવાની હતી કે કેમ. ગુપ્તચર સૂત્રોએ અગાઉ સીએનએન-ન્યુઝ૧૮ ને જણાવ્યું હતું કે માર્યા ગયેલા જેમ્સા મુબીનના ઘરેથી પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફર જેવા વિસ્ફોટકો મળી આવ્યા બાદ આ વિસ્ફોટ આતંકવાદી કૃત્ય હોવાની પુષ્ટિ થઈ હતી. એવું પણ જાણવા મળ્યું છે કે વર્ષ ૨૦૧૯માં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ)દ્વારા મુબીનને કટ્ટરપંથી નેટવર્ક સાથે જાેડાયેલા હોવા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે મુબીને પોતાના મોબાઈલ ફોનના ડિસ્પ્લે પિક્ચર પર લખ્યું હતું કે ‘જાે મારા મૃત્યુના સમાચાર તમારા સુધી પહોંચે તો મારા ગુનાને માફ કરજાે, મારી ખામીઓ છુપાવજાે, મારા અંતિમ સંસ્કારમાં આવો અને મારા માટે પ્રાર્થના કરો.’ આ મેસેજથી પોલીસને શંકા ઉભી થઈ છે કે કાર બ્લાસ્ટ ખરેખર આત્મઘાતી બોમ્બ હુમલો હોઈ શકે છે.


