Delhi

૨૩ હજાર કરોડનું કૌભાંડ એબીજી શિપયાર્ડ દ્વારા આચરવા સામે ઈડીની તપાસ

ન્યુદિલ્હી
દેશના સૌથી મોટા બેંક ફ્રોડ કેસમાં તપાસ એજન્સીઓ સક્રીય થઈ છે. ઈડ્ઢએ આ કેસમાં એબીજી શિપયાર્ડ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. સીબીઆઈ પહેલા જ છમ્ય્ શિપયાર્ડ કંપની અને તેના અધિકારીઓ સામે કેસ નોંધી ચૂકી છે. આ મામલો લગભગ ૨૩ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો છે. જેમાં બેંકોના એક જૂથ સાથે છેતરપિંડીનો આરોપ છે. છમ્ય્ શિપયાર્ડ કંપનીએ તેની લગભગ ૧૦૦ સહયોગી કંપનીઓમાં નાણાંનું રોકાણ કર્યું છે, જેની તમામ વિગતો જાણવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. આની સાથેસાથે જ આ મામલે રાજકારણ પણ તેજ થઈ ગયું છે. સરકારે કહ્યું છે કે આ કંપનીના ખાતાને વર્ષ ૨૦૧૩માં જ દ્ગઁછ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ વિપક્ષ કાર્યવાહીમાં વિલંબનો આરોપ લગાવીને સરકાર સામે સવાલો કરી રહ્યો છે. છમ્ય્ શિપયાર્ડે ૯૮ પેટાકંપનીઓમાં નાણાંનું રોકાણ કર્યું હતું. સીબીઆઈ હવે આ રકમનો ઉપયોગ કયા કરાયો છે, અને પૈસા કેવી રીતે છુપાવવામાં આવ્યા તે અંગે તપાસ આગળ વધારી રહી છે. અહેવાલો અનુસાર, સીબીઆઈ કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા તેના દાવાઓને તમામ રીતે મજબૂત કરવા માટે સાવચેતીપૂર્વકના પગલાં લઈ રહી છે. જેથી તે કેસની સુનાવણી દરમિયાન મક્કમતાથી છેતરપિંડી કરાઈ હોવાનો કાનુની પક્ષ રાખી શકે. સીબીઆઈએ દેશના સૌથી મોટા બેંક ફ્રોડ કેસમાં એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના તત્કાલીન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય સંબંધિત લોકો સામે કેસ નોંધ્યો હતો. સીબીઆઈના અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની બેંકોના કન્સોર્ટિયમમાંથી રૂ. ૨૨,૮૪૨ કરોડથી વધુની કથિત છેતરપિંડીના સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો હતો. અગ્રવાલ ઉપરાંત, એજન્સીએ તત્કાલિન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટરો – અશ્વિની કુમાર, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા અને અન્ય કંપની એબીજી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ પર કથિત રૂપે ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસના ગુનાહિત ભંગ અને સત્તાવાર ગેરરીતિનો કેસ દાખલ કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ લોકો પર ભારતીય દંડ સંહિતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *