Delhi

પોલેન્ડ અને હંગેરીથી ૨૪ વર્ષીય ભારતીય પાયલટે ફસાયેલા ૮૦૦ થી વધુ ભારતીયોને બહાર કાઢ્યા

નવીદિલ્હી
યુક્રેનના સુમીમાં ફસાયેલા ૬૦૦ વિદ્યાર્થીઓને બહાર કાઢવા સાથે ભારત સરકારે ઓપરેશન ગંગા સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને પરત લાવવા માટે કુલ ૪૯ વિશેષ ફ્લાઈટ્‌સનું સંચાલન કરવામાં આવ્યું હતું. અહીં, યુદ્ધના ૧૮માં દિવસે યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ વર્ચ્યુઅલ પ્રોગ્રામ દરમિયાન બોલતા ખુલાસો કર્યો કે દેશ વાતચીત માટે તૈયાર છે, પરંતુ રશિયાના આક્રમણ સામે શરણાગતિ આપવા તૈયાર નથી. યુક્રેન યુદ્ધની વચ્ચે કોલકાતા સ્થિત ૨૪ વર્ષીય પાયલટ મહાશ્વેતા ચક્રવર્તીએ ૮૦૦થી વધુ ફસાયેલા ભારતીયોને બહાર કાઢ્યા છે. મહાશ્વેતા ચક્રવર્તી યુદ્ધગ્રસ્ત યુક્રેનની સરહદોથી ફ્લાઈટ ચલાવતી હતી. તેણે યુક્રેન, પોલેન્ડ અને હંગેરીની સરહદેથી ૮૦૦થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને બચાવ્યા છે. કોલકાતાની પાયલટ ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળ મહિલા મોરચાના પ્રમુખ તનુજા ચક્રવર્તીની પુત્રી છે. ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને તો બહાર કાઢવામાં આવ્યા પરંતુ નેપાળી નાગરિકોને પણ બહાર કાઢવામાં આવ્યા. તેથી નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ યુક્રેનના સંઘર્ષ ક્ષેત્રમાંથી નેપાળના નાગરિકોને બહાર કાઢવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. નેપાળના પીએમ દેઉબાના કહેવા મુજબ ભારતે ‘ઓપરેશન ગંગા’ હેઠળ ભારત થઈને તેમના દેશમાં પહોંચેલા ચાર નેપાળી નાગરિકોને બહાર કાઢ્યા છે. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડમીમાંથી સ્નાતક પાયલોટ મહાશ્વેતા કહે છે કે એરબસ છ૩૨૦માં દિવસમાં ૧૩-૧૪ કલાક ઉડાન ભર્યા પછી હું ભાગ્યે જ મારા પોતાના શારીરિક થાકને સમજી શકી, કારણ કે અમારી સાથે રહેલા વિદ્યાર્થીઓ ગભરાટના વાતાવરણમાં હતા. અમે તેમને ખાવા-પીવાનું આપ્યું, પરંતુ તેઓ પાણી પણ પીવા માંગતા ન હતા. તે જ સમયે, ભારતે ઓપરેશન ગંગા હેઠળ તેના ૨૦,૦૦૦થી વધુ નાગરિકોને યુદ્ધ પ્રભાવિત યુક્રેનમાંથી બહાર કાઢ્યા છે. આ પહેલા બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાંથી નવ બાંગ્લાદેશી નાગરિકોને બચાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. એક પાકિસ્તાની નાગરિકે પણ ઁસ્ મોદીને કીવમાં ભારતીય દૂતાવાસ અને ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની પ્રક્રિયા વચ્ચે બચાવવા બદલ આભાર માન્યો છે. ભારત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર નેપાળી, બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓ ઉપરાંત ટ્યુનિશિયાના વિદ્યાર્થીઓને પણ ઓપરેશન ગંગા હેઠળ બચાવી લેવામાં આવ્યા છે.

Opretion-Ganga-Airbus-A320-Kalkata-Pilot.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *