Delhi

રો મટિરિયલના ભાવ વધતા ટેક્સ્ટાઈલ મિલ માલિકોએ પ્રોસેસિંગ ચાર્જ વધાર્યો

નવીદિલ્હી
સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની મળેલી બેઠકમાં ટેક્ષટાઇલ મિલોમાં પ્રોસેસિંગ માટે આવતા ફેબ્રિકના પ્રોસેસિંગ ચાર્જમાં પ્રતિ મીટરે રૂ .૧ નો વધારો કરવાનો ર્નિણય લીધો હોવાની માહિતી એસોસીએશનના પ્રેસિડેન્ટ જીતુભાઇ વખારીયાએ આપી છે . ટેક્ષટાઇલ મિલો પ્રોસેસિંગ ચાર્જ પેટે પ્રતિ મીટર રૂ .૧૦ થી લઇને રૂ .૩૫ જેવી ક્વોલિટી તેવો ભાવ હાલ વસૂલ કરી રહી છે .પ્રોસેસિંગ ચાર્જમાં ટકાવારીમાં વધારો જાેઇએ તો ૫ થી ૧૦ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હોવાનું કહી શકાય . એક નિવેદનમાં સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના પ્રેસિડેન્ટ જીતુભાઇ વખારીયાએ કહ્યુ હતું કે ટેક્ષટાઇલ પ્રોસેસિંગમાં ઉપયોગમાં લેવાતા રો મટિરિયલ તેમજ કોલસાના ભાવોમાં છેલ્લા ૨ વર્ષમાં ૧૧૦ ટકાનો જંગી વધારો થયો છે . હજુ પણ ભાવો સતત વધી રહ્યા છે. હાલમાં મોટાભાગના વેપારીઓ સાથે મિલ માલિકોનો સંઘર્ષ થાય તેવી સ્થિતિ જાેવા મળી રહી છે. પ્રોસેસિંગ ચાર્જમાં પ્રતિ મીટરે ૧ રૂપિયાનો વધારો કરવાનો ર્નિણય પ્રોસેસિંગ યુનિટો નુકસાનીમાં કામ કરી રહ્યા હોવાનું જણાવતા તેમણે કહ્યું કે મોટી નુકસાનીમાંથી બચવા માટે મિલો બંધ કરી શકાય નહીં કેમકે હજારો લેબરની રોજીરોટીનો સવાલ આવે તેમ છે . લાંબો સમય યુનિટો ચલાવી શકાય તેમ નથી . આથી નાછૂટકે પ્રોસેસિંગ ઉદ્યોગને ટકાવી રાખવા માટે તમામ પ્રોસેસર્સની સંમતિથી પ્રોસેસિંગ ચાર્જમાં પ્રતિ મીટરે ૧ રૂપિયાનો વધારો કરવાનો ર્નિણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે . આ વધારો તા .૧ લી એપ્રિલ ૨૦૨૨ થી અમલી બનશે અને મિલમાંથી ડિસ્પેચ થનારા માલના બિલમાં નવા રેટનો અમલ કરવાનું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે . કેટલાક ટેક્ષટાઇલ મિલ માલિકો દ્વારા સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના સર્વાનુમત ર્નિણય પછી પણ ભાવ વધારાનો અમલ કરતા નથી અને ખાનગીમાં ઓછા દરેપ્રોસેસિંગ કામ કરી આપે છે એવી પણ ફરીયાદો એસોસીએશનની મિટીંગમાં થઇ હતી . મોટા ભાગના મિલ માલિકો ભાવ વધારાનો અમલ કરવા તૈયાર હોય છે. કેટલાક મિલ માલિકો આ પરિસ્થિતિમાં વેપારીઓને આકર્ષવા માટે ભાવવધારો કર્યા વગર ઓછા ભાવે કામ મેળવી લેછે . આવા મિલ માલિકોને તેમની મિલ પર જઇને ભાવ વધારા અનુસાર જબિલિંગ કરવા માટે સમજાવવામાં આવશે એમ જીતુ વખારીયાએ જણાવ્યું હતું .

Textile-mill-owners-again-raise-processing-charges.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *