Delhi

ૈંૈં્‌ મદ્રાસમાં ૫જીનું સફળતાપૂર્વક થયુ ટેસ્ટિંગ

નવીદિલ્હી
હવે તો ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારત ખુબ આગળ વધી રહ્યું છે અને ખુબ જ આસમાની ઉંચાઈએ પહોચી રહ્યું છે અને ટેક્નોલોજીના ક્ષેત્રથી ભારત માટે સમાચાર એવા ખુશી વ્યક્ત કરે તેવા સામે આવ્યા છે. આઈઆઈટી મદ્રાસમાં ૫ય્ કોલનું સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ અવસર પર કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે ૫જી વોઇસ અને વીડિયો કોલ કર્યો હતો. ખાસ વાત છે કે સંપૂર્ણ એન્ડ ટૂ એન્ડ નેટવર્ક ભારતમાં ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ ૫જી કોલ ટેસ્ટિંગનો એક વીડિયો પોતાના કૂ અને ટ્‌વીટ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. આ પહેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કહ્યુ કે આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુદી ભારત ખુદનું ૫જી માળખુ તૈયાર કરી લેશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી આયોજીત એક કાર્યક્રમમાં વૈશ્વણે કહ્યુ કે, ભારતનું સ્વદેશી દૂરસંચાર માળખુ એક મોટી આધારભૂત ટેક્નોલોજી પ્રગતિને દર્શાવે છે. તો બીજીતરફ દૂરસંચાર સચિવ કે રાજારમને બુધવારે કહ્યુ કે, ૫જી સેવાઓની શરૂઆતથી નવી ટેક્નોલોજી માટે યોગ્ય કૌશલ્યની જરૂર પડશે, જેથી મોટા પાયે રોજગારીની તકો ઉભી થશે. સંચાર સચિવે ટીએસએસસીના એક કાર્યક્રમમાં કહ્યું કે, ભારતનેટથી અંતરિક્ષ દૂરસંચાર અને ૫જીથી લઈને બ્રોડબેન્ડ સેવાઓમાં મોટા પાયા પર રોજગારીની તકો ઉભી થશે. તેમણે કહ્યું કે, ઉદ્યોગે આ ઉભરતા અવસરનો લાભ ઉઠાવવા માટે પ્રતિભાશાળી લોકોની પાઇપલાઇન બનાવવા પર ધ્યાન આપવાનું આહ્વાન કર્યુ હતું.

India-Madhrash-Successful-testing-of-5G-at-IIT-Madras-Union-Minister-Ashwini-Vaishnav-makes-voice-and-video-call-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *