ભરૂચ
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર માંડવા પાસે આવેલા પેટ્રોલ પમ્પ નજીક ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલા ટ્રકમાંથી સોપારી ભરેલી બોરીની ચોરી હતી. ટ્રકમાંથી કુલ ૨૧.૮૪ લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા. કર્ણાટકમાં રહેતો ટ્રક ચાલાક અબ્દુલ સુકુર અબ્દુલ અઝીઝ મૂડી ટ્રક નંબર-કે.એ.૨૦.ડી.૮૨૨૬માં સિરસી સોપારીની ૩૭૨ નંગ ગુણો ભરી અમદાવાદ ખાતે જઈ રહ્યો હતો. આ દરમિયાન અંકલેશ્વર હાઇવે ઉપર ટ્રકમાં ખામી સર્જાતા ટ્રક ચાલકે માંડવા પાસે આવેલા પેટ્રોલ પમ્પમાં ડીઝલ ભરાવી નજીક ખુલ્લી જગ્યામાં ટ્રક પાર્ક કરી સુઈ ગયો હતો. ત્યારે તેઓની ટ્રકની બાજુમાં અન્ય ટ્રક ચાલકે ટ્રક પાર્ક કરી સોપારીની ૬૪ ગુણોમાંથી ૪૧૬૦ કિલો સોપારી મળી કુલ ૨૧.૮૪ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે ટ્રક ચાલકે નજીકમાં રહેલા પેટ્રોલ પંપના સીસીટીવી તપાસ કરતા એક ટ્રક ચાલક સોપારીઓનો જથ્થો ચોરી કરી જતો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સોપારીની ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.
