અમરેલી
અમરેલી જિલ્લામાં ખેડૂતોને અનિયમીત વીજળી મળતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. બગસરા શહેરમાં ખેડૂતોએ વીજળી મુદ્દે સરકાર વિરુદ્ધ સૂત્રચાર કરી રામધૂન બોલાવી અનોખો વિરોધ પ્રદશન કર્યું હતું. બગસરામાં ખેડૂતોને ૬ થી ૮ કલાક પણ વીજળી મળતી નથી. તેના કારણે ખેડૂતોમાં રોષ જાેવા મળી રહ્યો છે. અમરેલીના બગસરા શહેરની પટેલ સમાજ વાડી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા અને રામધૂન બોલાવી વિરોધ પ્રદશન કર્યું હતું. સરકાર વિરુદ્ધ સુત્રોચાર પણ કર્યા હતા. સરકાર દ્વારા ખેડૂતોને ૬ કલાક વીજળી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી તેમ છતાં ખેડૂતોને વીજળી ન મળતા રોષ જાેવા મળી રહ્યો છે. ખેડૂતોના પાકને હાલ પાણીની અતિ જરૂરિયાત ઉભી થઈ છે. પાણી ન મળવાને કારણે કેટલાક પાકો સુકાઈ જવાના આરે છે. જેમાં તલ, બાજરી, જુવાર સહિત ઉનાળુ વાવેતરમાં પાણી ન મળવાના કારણે નુકસાન થઈ શકે તેમ છે. જેથી સરકાર ઝડપથી અને સમયસર ખેડૂતોને વીજળી આપે તેવી માંગ કરવામાં આવી છે.
