અરવલ્લી
અરવલ્લી જિલ્લાના માલપુર અને મોડાસાની આંગણવાડી કાર્યકર અને તેડાઘર બહેનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર અને દેખાવો યોજવામાં આવ્યા હતા. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે એમ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલનના મુડમાં આવ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર અને મોડાસા તાલુકાની લગભગ ૫૦૦થી વધુ આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાઘર બહેનો દ્વારા પોતાની પડતર માંગણીઓ જેવી કે કાયમી કરવા, અન્ય સરકારી કર્મચારીઓને મળતા લાભ આપવા તેમજ અન્ય પડતર માંગણીઓ માટે વિનાયક મંદિર ખાતે તેમજ મોડાસા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાઘર બહેનોએ સૂત્રોચ્ચાર સહિત દેખાવો યોજી માંગણીઓ સ્વીકારવા ઉગ્ર વિરોધ કર્યો હતો.
