અમદાવાદ
રામ નવમી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ૩૦૮ શોભાયાત્રા નીકળી હતી, જેમાંથી હિંમતનગર અને ખંભાતની ૨ યાત્રા પર હુમલો થયો હતો. જાેકે આ હુમલામાં ગુજરાતની આઈબી સહિતની એજન્સીઓ ઊંઘતી ઝડપાઈ છે. જાેકે પોલીસ અધિકારીઓ એવો ખુલાસો કરી રહ્યા છે કે, શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને દરેક યાત્રામાં પોલીસ બંદોબસ્ત રખાયો હતો, પરંતુ શોભાયાત્રા ઉપર હુમલો થવાની કોઈ માહિતી આઈબી પાસે ન હતી. નીકળેલી તમામ શોભાયાત્રાઓમાં તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત રખાયો હતો, પરંતુ શોભાયાત્રા પર હુમલાના ષડયંત્ર વિશે આઈબી કે ગુજરાત પોલીસને કોઈ જાણ ન હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, એવું નથી કે આઈબી સહિતની એજન્સીઓ હાલ નિષ્ક્રીય છે, પરંતુ ગુજરાતમાં ગમે ત્યારે ઇલેક્શન હોવાથી હાલમાં આઈબી સહિતની એજન્સીઓ રાજકીય પક્ષો અને રાજકારણીઓની ગતિવિધિ પર નજર રાખવામાં વ્યસ્ત છે, જેના કારણે હાલ પૂરતું બીજી દિશાઓમાં તેમનું નેટવર્ક ઠપ કરી દેવાયંુ છે.
