Gujarat

કઠલાલ ના થોરીવાસથી પગપાળા સંઘ બહુચરાજી જવા રવાના થયો

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ ના થોરીવાસ વિસ્તારમાંથી દર વર્ષે ભક્તો પગપાળા બહુચરાજી માતાના મંદિરે સંઘ લઈને જતા હોય છે.ત્યારે આ વર્ષે પણ પગપાળા સંઘ બહુચરાજી જવા રવાના થયો હતો.કઠલાલ થોરીવાસ પગપાળા સંઘમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન તુલસીભાઈ થોરી પણ બહુચરાજી જવા જોડાયા હતા.કઠલાલના થોરીવાસથી બહુચરાજી 160 કિલોમીટરના અંતરે આવેલ છે ત્યારે ઉત્સાહ સાથે ભક્તો પગપાળા સંઘ લઈ ધજાઓ સાથે રવાના થયા હતા. આશરે 50થી વધુ લોકો કઠલાલના થોરીવાસથી બહુચરાજી મંદિર ખાતે પગપાળા સંઘ લઈને નીકળ્યા હતા.

IMG-20220804-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *