Gujarat

કષ્ટભંજન હનુમાનજીના મંદિરે સિંહાસનને ફૂલનો દિવ્ય શણગાર કરાયો

બોટાદ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા. ૨૮ મે, ૨૦૨૨ને રોજ સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા. તેમજ દાદાના સિંહાસનને ફુલનો દિવ્ય શણગાર કરી મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તેમજ શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. દાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા તથા દાદાના સિંહાસનને ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને નિમિત્તે દાદાને દિવ્ય વાઘા ધરાવીને દાદાના સિંહાસનને ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

At-Dada-the-divine-wagha-is-held-the-throne-is-adorned-with-flowers.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *