ગિરગઢડા
ભરત ગંગદેવ.
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઈ શાહ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી નું સોમનાથ હેલીપેડ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી ઝવેરીભાઇ ઠકરાર,જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા,વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પિયૂષભાઇ ફોફંડી, સંગઠનના પદાધિકારીઓ તેમજ જુનાગઢ રેન્જ આઇ.જી નિલેશકુમાર ઝાંઝડિયા, ગીર સોમનાથ કલેકટર રાજદેવસિંહ ગોહિલ,જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓએ પણ સ્વાગત કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી હેલીપેડ ખાતેથી સીધા સોમનાથ મંદિર પહોંચ્યા હતા.જ્યાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી, જે .ડી પરમાર સહિતના મહાનુભાવોએ પણ કેન્દ્રીય ગૃહમંત્રી નું સ્વાગત કર્યું હતું.