Gujarat

ગણદેવીમાં આદિવાસી સગીરાના અપહરણ કરતા સામે કાર્યવાહીની માંગ

ગણદેવી
ગણદેવી પંથકમાં રહેતી ૧૫ વર્ષીય સગીરા રામજી મંદિર પાસે પસાર થતી હતી ત્યારે વિક્રમ (ઉ.વ. ૨૫)એ જબરજસ્તી પીકઅપમાં બેસાડીને ભગાડી ગયો હતો. આ બાબતે ગણદેવી પંથકની આદિવાસી સમાજની દીકરીનું જબરજસ્તી કરવાના ઇરાદે ઉઠાવી જનાર આદિવાસી સમાજની ગરીબ બાળાનું અપહરણ કર્યું હતું. આ કૃત્ય કરનાર અને એના સાગરીતોને કડકમાં કડક સજા થાય તેવી માગણી ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના નવસારી જિલ્લાના પ્રમુખ પંકજભાઈ પટેલ, ગુજરાત પ્રદેશના મહામંત્રી નાનુભાઈ પટેલ, વત્સલ પટેલ, મુકેશ નાયકા, પ્રકાશભાઈ પટેલ, અક્ષય પટેલ સહિતનાએ મામલતદારને આવેદનપત્ર આપી કરી હતી. આવેદનપત્ર આપવા અગાઉ સરદાર પેટ્રોલ પંપથી રેલી નીકળી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો અને મહિલાઓ જાેડાઈ હતી. સૂત્રોચ્ચાર સાથે રેલી મામલતદાર કચેરીએ પહોંચી મામલતદાર જગદીશભાઈ ચૌધરીને આવેદનપત્ર આપી તાકીદે પગલાં લેવાની માગણી કરી હતી. મામલતદારે આ લાગણી જિલ્લા ઉચ્ચ અધિકારીઓને સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. મહિલા આગેવાનોએ પણ ઉગ્ર રજૂઆતો કરી હતી. ગણદેવી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો આગામી દિવસોમાં આ માગણી નહીં સંતોષાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ માગણીકારોએ ચીમકી ઉચ્ચારી હતી.ગણદેવીમાં રહેતી આદિવાસી સમાજની સગીરાને માલધારી સમાજના યુવાને એકલી હતી ત્યારે પીકઅપ લઈને આવી તેને ભગાડી ગયો હોવાનું પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આદિવાસી સગીરાનું અપહરણ કરનાર અને તેમાં સંડોવાયેલા તમામ આરોપીને તાત્કાલિક કડક સજા કરવા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા સરદાર ચોકથી રેલી કાઢી ગણદેવી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *