ગિરગઢડા
ભરત ગંગદેવ..
ગત તારીખ ૨૬/૦૫/૨૨ ના રોજ ૧૦૮ એમ્બ્યુલન્સ ઊના ને સવારે ૧૦ વાગ્યે હડમડીયા ગામનો કોલ આવ્યો હતો નામ શબ્બીરભાઈ ચૌહાણ નામના સાત મહિનાના બાળકને બેભાન થઈ ગયેલ છે તેમ જણાવ્યું હતું ફરજ પરના હાજર ઇ.એમ.ટી.સોહીલ ધડુક અને પાયલોટ નારણભાઈ ઘટના સ્થળ પર પ્રાથમિક તપાસ કરતા તે બાળક બેભાન હાલત મા જોવા મળેલ તેમને કૃત્રિમ સ્વાસ અને ઓક્સિજન આપી અને ફરી ભાન મા લાવેલ અને બાળક નો જીવ બચાવવામા આવેલો ઊના ૧૦૮ એમ્બ્યુલન્સ ના કર્મચારી ઈએમટી.સોહિલ ની આવડત અને ૧૦૮ હેડ ઓફિસ ના ડૉક્ટર ની સલાહ મુજબ બાળક નો જીવ બચાવવામા આવ્યો હતો અને ઊના ખાનગી હોસ્પિટલ મુકવામા આવ્યા હતા.
૧૦૮ ના કર્મચારી નો આભાર માન્યો હતો જિલ્લાના ઉચ્ચ અધિકારી જયેશ કારેના અને યુવરાજસિંહ ઝાલા દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.


