Gujarat

ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરતા સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ સાવરકુડલા તાલુકા કોંગ્રેસ સમિતિ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ  ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રા સાવરકુંડલા ખાતે  આવેલ. જેમાં સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નેસડી રોડ ગેઇટથી લોહાણા બોર્ડીંગ મહુવા રોડ સુધી બાઈક રેલી અને ફોર વ્હીલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. સૌરાષ્ટ્રમાં અમરેલી જીલ્લામાં પરિવર્તન સંકલ્પ યાત્રા સાવરકુંડલા આવતા આમ જનતા અને લોકોમાં નવો જુસ્સો જોવા મળ્યો હતો. કોંગ્રેસના તમામ સગંઠન, ફ્રન્ટ સેલના આગેવાનો તેમજ કોંગ્રેસની વિચારધારાની સાથે ચાલનાર કાર્યકતા આગેવાનો મિત્રો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પરીવર્તન યાત્રામાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસના સચિવ મુકુલ વાસનીક, કન્વીનર શ્રી     તથા પૂર્વ વિરોધપક્ષના નેતા અને ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી , વીરજીભાઇ ઠુંમર, ધારાસભ્ય શ્રી બાબરા, અમરિષભઇ ડેર ધારાસભ્ય શ્રી રાજુલા, પુંજાભાઈ વંશ ધારાસભ્ય શ્રી ઉના, પ્રતાપભાઈ દૂધાત ધારાસભ્ય શ્રી સાવરકુંડલા-લીલીયા, તેમજ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી જેનીબેન ઠુંમર તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડી.કે. રૈયાણી, બાઘા ભાઈ સૂચક, ચંદ્રેશભાઈ રવાણી તેમજ જિલ્લા સમિતિ તેમજ  સાવરકુંડલા તાલુકા પ્રમુખ મનુભાઈ ડાવરા અને શહેર કોંગ્રેસ સમિતીના પ્રમુખ કનુભાઈ ડોડીયા, કાર્યકારી પ્રમુખ હસુભાઈ સૂચક, તેમજ તાલુકા અને શહેર કૉંગ્રેસ સમિતિના તમામ હોદેદારો, સંગઠનના તમામ હોદેદારો હાજર રહયા હતા,  તમામ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવેલ હતા, અને તમામ કોંગ્રેસ આગેવાનો દ્વારા આ પરીવર્તન સંકલ્પ યાત્રામાં સંકલ્પ લેવામાં આવેલ અને આમ જનતા તેમજ મધ્યમ વર્ગના લોકો, વેપારીઓ, અને નાના માં નાના માણસ હાલ ૨૭ વર્ષથી ત્રસ્ત થયેલ છે, જેથી લોકો પરીવર્તન ઇચ્છી રહ્યા છે. અને લોકોમાં કોંગ્રેસમાં જુસ્સા સાથે કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી,
 આમ હવે પરીવર્તન એજ ઉદ્ધાર તેમણે સાર્થક કરવા હાલ કોંગ્રેસ તમામ સમિતિ કામે લાગી ગઈ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *